- પ્રમાણિકતા નો દાવો કરનારા આમ આદમી પાર્ટીએ પોતાના કોર્પોરેટરો વેચાઈ ગયા હોવાની વાત કરી
પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પછી સંપર્ક વિહોણા થતાં સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આટલું જ નહીં પરંતુ આ પાંચ કોર્પોરેટરો ઉપરાંત અન્ય કેટલાક કોર્પોરેટરો પણ ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી ચાલતા વિવાદને પગલે આપની આબરૂનું ધોવાણ થયું છે. ત્યારબાદ પક્ષી એ કોર્પોરેટરોને આપેલી નોટિસ બાદ આપની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અણધારી સફળતા મળ્યા બાદ આમ આદમી પાર્ટી પોતાને સૌથી પ્રામાણિક પાર્ટી હોવાનો દાવો કરી રહી હતી. પરંતુ થોડા સમયમાં આપના અનેક વિવાદ બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા આપના મહિલા મહિલા કોર્પોરેટરના લગ્નજીવન અંગે વિવાદ થયો હતો. ત્યારબાદ એક જ વરણા બે કોર્પોરેટરોની ફરવા જવા અંગે ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ વિવાદ શાંત પડે તે પહેલા ગઈકાલે ભાજપના નેતાઓ દ્વારા આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના જ પક્ષના વિપુલ મોવલિયાને ભ્રષ્ટાચાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાની નોટિસ ફટકારી છે. આ નોટિસનો જવાબ આવે તે પહેલાં જ આપના ચાર કોર્પોરેટરો પક્ષ થી સંપર્ક વિહોણા થઈ ગયા છે.
ચૂંટણી પહેલા પોતાના સૌથી પ્રામાણિક છે તેવો દાવો કરવામાં આવતો હતો પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના જ પક્ષના કોર્પોરેટર ભ્રષ્ટાચારનો આરોપ મુકવા સાથે ભાજપ સાથે સંકલનમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો પણ આરોપ મૂક્યો છે.
હાલમાં તો આ પાસે કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ જશે એવી વાત જોરમાં શરૂ થઈ ગઈ છે. ઠાકોર સેના માટે છોડે છે ને ભાજપમાં શાના માટે જોડાય છે તે તો તેમના નિવેદન બાદ જ ખબર પડશે. જો આપના સંપર્ક વિહોણા થયેલા કોર્પોરેટરો જો મોઢું ખુલશે તો મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.



