સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતા શાસકો હવે ‘20-20’ ફોર્મેટમાં આવી ગયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થવાની છે, અને તે પહેલાં વિકાસ કામોનો મોટો સ્કોર બાંધી દેવા તાબડતોબ બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ સાત સમિતિઓની બેઠક એક જ દિવસે બોલાવવામાં આવી છે, જેમાં 100થી વધુ કામો રજૂ કરી મંજૂરી અપાય તેથી સાથે આગામી સામાન્ય સભામાં તમામ કામો મંજુર કરી ખાત મુર્હુત માટે આયોજન થઈ રહ્યું છે.
હાલ 20-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મેચમાં ડેથ ઓવરમાં સૌથી વધુ રન કરનારી ટીમ વિજેતા થાય તેવું કહેવાય છે. બરાબર આ મોડમાં પાલિકાના શાસકો આવી ગયા છે. સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત આગામી 11 માર્ચના રોજ પૂરી થવા જઈ રહી છે. જેના કારણે હવે આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ સાત સમિતિની બેઠક એક જ દિવસે મળશે તેમાં 100થી વધુ કામો રજૂ કરી મંજૂરી આપી દેવામાં આવશે. હાલ ક્રિકેટ જગતમાં 20-20 વર્લ્ડ કપની ગરમાવો વચ્ચે “ડેથ ઓવર”માં વધુ રન કરનારી ટીમ જ જીતે છે એવી ચર્ચા છે. બરાબર તે જ અંદાજે પાલિકાના શાસકો પણ ટર્મ પૂરી થવા પહેલાંના છેલ્લાં દિવસોમાં વિકાસ કામોનો સ્કોર મોટો કરવા મરણીયા બન્યા છે. સામાન્ય સભા આચારસંહિતા જાહેર થાય તે પહેલાં બોલાવી, સમિતિઓમાં મંજૂર થયેલા કામોને લીલી ઝંડી આપી ખાત મુહૂર્તનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે.
ટર્મ પુરી થાય તે 11 માર્ચ પહેલાં હજી ત્રણ સ્થાયી સમિતિની બેઠક યોજાય તેવી શક્યતા છે. હાલની બેઠકમાં કતારગામની શાળાનું સ્થળ પરિવર્તન સહિત કુલ 21 કામો રજૂ થયા છે. સમિતિઓમાંથી પસાર થયેલા તમામ પ્રસ્તાવો 11 માર્ચ પહેલાં થનારી સામાન્ય સભામાં રજુ કરી મંજૂર કરાશે. ત્યારબાદ વિકાસ કાર્યોના ખાત મુહૂર્તો પણ ઝડપથી યોજવાના સંકેત મળી રહ્યા છે.
ટર્મ પૂર્ણ થવાની ઘડીઓ નજીક આવતા શાસકોની તાત્કાલિકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ ‘ડેથ ઓવર’ના નિર્ણયોથી શહેરને કેટલો લાંબા ગાળાનો ફાયદો થાય છે કે પછી આ બધું માત્ર ચૂંટણી પૂર્વેનો રાજકીય સ્કોરકાર્ડ જ સાબિત થાય છે.
આ કમિટીની બેઠક શુક્રવાર મળશે
પાલિકાની સ્થાયી સમિતિ સાથે શુક્રવારે વિવિધ સમિતિઓમાં ડ્રેનેજ કમિટીની બેઠક સવારે 10 વાગ્યે મળશે અને તેમાં 6 કામો માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ત્યારબાદ 10.30 વાગ્યે મળનારી પબ્લીક ટ્રાન્સપોર્ટ સમિતિની બેઠકમાં બે કામ રજુ થયા છે. 11.30 વાગ્યે મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 20 કામ અને બપોરે 2.30 વાગ્યે મળનારી ટી.પી. સમિતિની બેઠકમાં 5 કામ માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
બપોરે 1.30 વાગ્યે પાણી સમિતિની બેઠકમાં મળશે જેમાં 17 કામો, 2.30 વાગ્યે મળનારી લાઇટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં 30 માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેના કારણે પાલિકા કચેરી શુક્રવારે વિવિધ સમિતિની બેઠકના કારણે ધમધમશે સાથે સ્થાયી સહિતની વિવિધ 7 સમિતિઓની બેઠકમાં કુલ 101 કામો રજૂ થશે









