Get The App

લ્યો બોલો! સુરત પાલિકાએ ગરીબ વિદ્યાર્થીઓને યુનિર્ફોમ આપ્યા તો વેપારીઓને વાંધો પડ્યો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
લ્યો બોલો! સુરત પાલિકાએ ગરીબ વિદ્યાર્થીઓને યુનિર્ફોમ આપ્યા તો વેપારીઓને વાંધો પડ્યો 1 - image


Surat Corporation : સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓનું આર્થિક ભારણ ઘટે તે માટે પાલિકાએ પહેલી વખત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને પણ યુનિર્ફોમ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે પરંતુ યુનિર્ફોમના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓએ કકળાટ શરૂ કર્યો છે. પાલિકા આ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિના મુલ્યે આપી રહી છે તેથી તેઓને પાંચ કરોડથી વધુનું નુકસાન થશે તેવી વાત કરી છે. 

સુરત પાલિકાનું 10 હજાર કરોડથી વધુનું બજેટ જાહેર થયું છે તેમાં પહેલી વાર પાલિકા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓ માટે ૨ જોડી યુનિફોર્મ,  એક જોડી બુટ મોજા, એક જોડી  જોડી સ્પોર્ટસ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ બુટ-મોજા આપવા આપવા નિર્ણય કરાયો છે. પાલિકાના આ નિર્ણયના કારણે આ મોંઘવારીમાં માંડ બે છેડા ભેગા કરીને બાળકોને માધ્યમિક શિક્ષણ આપતા વાલીઓને મોટી રાહત થઈ છે. તો બીજી તરફ પાલિકાના આ નિર્ણયના કારણે સ્કૂલ યુનિફોર્મનું વેચાણ કરનાર વેપારીઓને વાંધો પડ્યો છે. 

સુરતમાં સ્કૂલ યુનિફોર્મનું વેચાણ કરનારા વેપારીઓના સંગઠને સુરતના મેયર અને કેન્દ્રીય જળ સંચય મંત્રીને એક પત્ર લખ્યો છે તેમાં સુમન સ્કુલમાં સરકાર અને પાલિકા તરફથી વિદ્યાર્થીઓને યુનિર્ફોણ આપવામા આવે છે તેથી વેપારીઓને ખોટ જાય છે તેવું જણાવ્યું છે. આ પત્રમાં એવું જણાવ્યું છે કે, પાલિકાએ ફેબ્રુઆરી મહિનામાં સુમન સ્કૂલમાં યુનિફોર્મ આપવા માટેનો નિર્ણય કર્યો છે. અમે વર્ષોથી આ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વેચાણ કરીએ  છીએ અને જાન્યુઆરી મહિનામાં જ 15 હજાર જટેલા યુનિર્ફોમ તૈયાર કરી દીધા છે. પરંતુ હવે યુનિફોર્મ પાલિકા આપશે તેથી આ નાના વેપારીઓને પાંચેક કરોડ રૂપિયા જેટલું મોટું નુકસાન થશે. હાલના મોંઘવારીના સમયે આ  નુકસાન સહન થઈ શકે તેમ નથી તેથી પાલિકા આ વેપારીઓને સહયોગ કરે તેવી માંગણી કરી  વેપારીઓના હિતમાં નિર્ણય લે તેવી માંગણી કરી છે. પાલિકાએ ગરીબ વિદ્યાર્થીઓને વિના મુલ્યે ગણવેશ આપી રહી છે ત્યારે વેપારીઓની આ માંગણી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.

Tags :