એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન સુરત પાલિકાને પેઈડ એફ.એસ.આઈ.થી 829.47 કરોડની આવક
Surat Corporation : સુરત શહેરમાં મંદી અને મોંઘવારીની બુમ વચ્ચે 1 એપ્રિલ 2024 થી 17 ડિસેમ્બર 2024 દરમિયાન સુરત પાલિકાને પેઈડ એફ.એસ.આઈ. પેટે અધધ 829.47 કરોડની આવક થઈ છે. હજી પણ નાણાકીય વર્ષ પુરું થવામાં ત્રણ મહિના કરતાં વધુ સમય બાકી હોવાથી આ આવક રેકર્ડ બ્રેક થાય તેવી શક્યતા છે. આમ મંદીની બૂમો વચ્ચે બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. તેની અસર પાલિકાની પેઈડ એફ.આઈ.ની આવક પરથી અંદાજ લગાવી શકાય છે.
ઓકટ્રોય નાબુદી બાદ સુરત મહાનગરપાલિકા વિવિધ ગ્રાન્ટ અને લોન પર આધારિત વિકાસ કરી રહી છે ત્યારે સુરત શહેરમાં મંદી અને મોંઘવારીની બુમ વચ્ચે બાંધકામ ક્ષેત્રમાં આવેલી તેજી કારણે સુરત પાલિકા પાસે મિલકત વેરા અને પેઈડ એફ.એસ.આઈ. આવકનો મહત્વનો સ્ત્રોત ઉભો થયો છે. હાલ સેન્ટ્રલ ટીડીઓ અને પાલિકા કમિશનર દ્વારા વિકાસ પરવાનગીની ફાઈલનો ઝડપી નિકાલ માટે કવાયત થઈ રહી છે. જેના કારણે સુરત શહેરમાં થતા બાંધકામમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે પાલિકાને પણ આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
સુરત પાલિકા પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ થી 17 ડિસેમ્બર દરમિયાન સુરત પાલિકામાં જે વિકાસ પરવાનગી આપવામા આવી છે તેમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે પાલિકાને 829 કરોડની આવક થઈ છે. હજી તો ડિસેમ્બર મહિનો પૂરો થયો નથી ત્યાં 829.47 કરોડની આવક થઈ છે તે અને માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં આ આવક ઘણી વધે અને એક હજાર કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ જે વિસ્તાર સુરતમાં ભળ્યો છે તે વિસ્તારની જગ્યાના ભાવ ઉચકાયા છે અને ત્યાં અનેક પ્રોજેક્ટ આવી રહ્યાં છે. તેના કારણે બાંધકામ થઈ રહ્યાં છે અને પાલિકાને પેઈડ એફ.એસ.આઈ.ની આવકમાં વધારો થઈ રહ્યો છે.
પેઈડ એફ.એસ.આઈ.ના રિર્ટન ચેક પાલિકા માટે આવક વધારવાનું સાધન : એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં પેઈડ એફ.એસ.આઈ. પેટે આપેલા 112 કરોડના ચેક રિટર્ન થયાં
પાલિકાએ રિટર્ન ચેક પેટે 40 કરોડની વસુલાત કરી તેની સામે 96.50 લાખ તો વ્યાજ અને પેનલ્ટી વસુલ્યા, હજી 72 કરોડના રિટર્ન ચેકની વસુલાત બાકી
ઓકટ્રોય નાબુદી બાદ સુરત પાલિકાને પેઈડ એફ.આઈ.ની નોંધપાત્ર આવક થાય છે એટલું જ નહી પરંતુ પેઈડ એફ.એસ.આઈ. માટે જે ચેક રિર્ટન થાય છે તેચ પણ પાલિકાની આવક વધારવા માટેનું સાધન બની ગયું છે. સુરત પાલિકા આ બાકી ચેક માટે માસિક સવા બે ટકા જેટલું વ્યાજ અને પેનલ્ટી વસુલ કરે છે તેથી ઘણી વાર મુદલ કરતા વ્યાજ પણ વધુ થાય છે. આમ પેઈડ એફ.એસ.આઈ. પેટે રિર્ટન થયેલા ચેક પાલિકાની આવક વધારવા માટે ફાયદારુપ સાબિત થઈ રહ્યાં છે.
સુરત પાલિકા વિસ્તારમાં મંદી અને મોઘવારીની બુમ વચ્ચે બાંધકામ ક્ષેત્રમાં તેજી દેખાઈ રહી છે તેનો અંદાજ પાલિકાની પેઈડ એફ.એસ.આઈ. પરથી મળી શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના સાડા આઠ મહિનામાં જ 829.47 કરોડની પેઈડ એફ.એસ.આઈ.ની આવક પાલિકાને થઈ છે. આ સાડા આઠ મહિનામાં 112 કરોડના ચેક રિર્ટન થયાં હતા. આ સાડા આઠ મહિનામાં જ પાલિકાએ રિર્ટન થયેલા 112 કરોડના ચેકમાંથી 40 કરોડની વસુલાત કરી દીધી છે.
રિર્ટન થયેલા 40 કરોડની વસુલાત સાથે સાથે પાલિકાએ વ્યાજ અને પેનલ્ટી સાથે વધુ 96.50 લાખ રૂપિયાની વધુ વસુલાત કરી છે. હજી પણ 72 કરોડના રિર્ટન ચેકની વસુલાત બાકી છે. આ ચેક નહીં ભરે તો બીયુ પરમિશન મળે તેમ નથી જેથી આ રકમ ભરવી ફરજિયાત છે. જો પેઈડ એફ.એસ.આઈ.ના રિર્ટન ચેકની ભરપાઈ જેટલી મોડી થશે એટલો પાલિકાને વ્યાજ અને જંડની રકમમાં ફાયદો થશે. આમ પેઈડ એફ.એસ.આઈ. પેટે જે ચેક રિર્ટન થાય છે તે પાલિકા માટે ફાયદાકારક બની રહ્યો છે.