Get The App

સુરત પાલિકાએ શહેરમાં ડ્રેનેજના જાળીયા-મેન હોલને લગતી 72 કામગીરી એક જ દિવસમાં કરી દીધી

Updated: Feb 13th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાએ શહેરમાં ડ્રેનેજના જાળીયા-મેન હોલને લગતી 72 કામગીરી એક જ દિવસમાં કરી દીધી 1 - image

Surat Corporation : સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના, વેસુ ટ્યુશન ક્લાસ દુર્ઘટના અને જીમ સ્પા આગની દુર્ઘટના બાદ પાલિકાએ ફાયરને લગતી કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી હવે લગભગ બંધ થઈ ગઈ છે. તે હવે બંધ થઈ ગઈ છે. 5 ફેબ્રુઆરીના રોજ વરીયાવ-વરસાદી ગટરમાં બાળકના મોતની દુર્ઘટના બાદ હવે પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજને લગતી કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલિકાના વિવિધ પદાધિકારીઓએ નોંધ મુકી છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી પરંતુ આ દુર્ઘટના બાદ પાલિકાએ એક જ દિવસમાં ડ્રેનેજને લગતી 72 જેટલી કામગીરી કરી દીધી છે. તેથી પગ નીચે રેલો આવે ત્યારે જ પાલિકા કડકાઈથી કામગીરી કરે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરત શહેરમાં હજારોની સંખ્યામાં શૈક્ષણિક સંકુલ અને ગેરકાયદે બનેલા ડોમ પર કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા ટેક્સટાઈલ માર્કેટ સામે ફાયર વિભાગની કામગીરી કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં વેસુ વિસ્તારમાં સુડા ભવન પાસે એક ટ્યુશન ક્લાસમાં આગ લાગ્યા બાદ શહેર ભરના ટ્યુશન ક્લાસીસ પર કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ અઠવા ઝોનમાં શિવપુજા બિલ્ડીંગમાં જીમ અને સ્પામાં આગ લાગ્યા બાદ જીમ સ્પામાં કામગીરી કરવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ પાલિકા અને પોલીસ બન્નેની કામગીરી બંધ જેવી થઈ ગઈ છે અને મોટા ભાગના કિસ્સામાં કોઈની સામે આકરા પગલાં પણ ભરાતા નથી.

 ગત 5 ફેબ્રુઆરીના રોજ વરીયાવ- અમરોલી રોડ પર પાલિકાની સ્ટ્રોમ ડ્રેઈનના ઢાંકણીમાં બે વર્ષના બાળકનું પડી જતાં મોત થયું હતું. આ મુદ્દે પાલિકાની કામગીરી સામે પસ્તાળ પડી રહી છે ત્યારે પાલિકાએ પણ રાંદેર ઝોનના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપી દીધી છે અને બીજી તરફ પોલીસ પણ કામગીરી કરી રહી છે. લોકોનો ભારે રોષ જોતાં પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હવે શહેરમાં ડ્રેનેજની સમસ્યાના નિકાલ માટે પ્રેશર કરવામા આવી રહ્યું છે. આ પ્રેશરના કારણે પાલિકાના વિવિધ ઝોન દ્વારા અન્ય સમસ્યાને બાજુએ મૂકીને માત્ર ડ્રેનેજની સમસ્યા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના કારણે માત્ર એક જ દિવસમાં  ભેસાણમાં 8 તબેલાના જોડાણ દુર કરવા ઉપરાંત પાલિકાની ડ્રેનેજમાં 11 ડ્રેનેજના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત  22 સ્ટ્રોમના જાળીયા રીપેર કરવામા આવ્યા છે જ્યારે 39 મેન હોલ રીપેર કરવામાં આવ્યા છે. આમ પાલિકા વિસ્તારમાં જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે ત્યારે જ કામગીરી કરવામાં આવતી હોવાની ચર્ચા શરુ થઈ છે.

Tags :