Gujarat

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે

By GS TEAM
11 Dec 20251 min read
TukuTouch Logo
સપ્ટેમ્બર 2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘સુરત ઇકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ રાજયના છ પ્રાંતને સાંકળીને રિજ્યોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે. તે માટે ગુજરાતના છ રીજીયન બનાવ્યા છે તેમાં દક્ષિણ ગુજરાત રીજીયનની જવાદારી સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને સોંપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે

સપ્ટેમ્બર 2024માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ‘સુરત ઇકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ રાજયના છ પ્રાંતને સાંકળીને રિજ્યોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે.   તે માટે ગુજરાતના છ રીજીયન બનાવ્યા છે તેમાં દક્ષિણ ગુજરાત રીજીયનની જવાદારી સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને સોંપી છે. 

ગુજરાતના આ  ઇકોનોમિક માસ્ટર પ્લાન 2047 હેઠળ રાજ્યને છ મુખ્ય આર્થિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે, જેથી દરેક પ્રદેશ ની ખાસિયતો અનુસાર વિકાસ માટે આયોજન કરવામા આવ્યું છે. સરકારે છ રીજીયન માટે કો ઓર્ડીનેટર ની નિમણુંક કરી છે. ગુજરાતના ઇકોનોમિક માસ્ટર પ્લાન ની અમલવારી જવાબદારી સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને સોંપવામાં  આવી છે. 

રિજ્યોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન સ્થળ પર પ્લાનિંગ, વિવિધ વિભાગો, ઓથોરીટી સાથે સંકલનï, અમલીકરણ માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે.  ગ્રોથ સીટી તરીકે સુરતે પહેલો માસ્ટર પ્લાન બનાવ્યો હતો ત્યારથી મ્યુનિ. કમિશનર કામગીરી કરી રહ્યા છે. જેથી સરકારે જે ઓર્ડર ઈશ્યૂ કર્યા છે તેના કારણે જે મ્યુનિ. કમિશનર તરીકેથી શાલિની અગ્રવાલ ની બદલી થાય તો પણ આ કામગીરી તેમણે જ કરવાની રહેશે તેવું દેખાઈ રહ્યું છે.