સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના વુમન અચિવર્સ એવોર્ડ
Surat : દર વર્ષે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એવોર્ડ સેરેમની યોજાતી ફેમિના સંસ્થાએ આ વર્ષે અનોખી પહેલ કરી હતી. પ્રથમ વખત પબ્લિક સર્વિસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવા માટે વુમન અચિવર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના વુમન અચિવર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે.
ફેમિના સંસ્થા દ્વારા દર વર્ષે બોલિવૂડ હસ્તીઓ તથા મોડેલિંગ જગતને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે સામાજિક સેવા, આરોગ્ય ક્ષેત્ર, પબ્લિક સર્વિસ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને ખાસ માન્યતા આપવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ જેમાં સોશિયલ, હેલ્થ, પબ્લિક સર્વિસ સાથે જોડાયેલી મહિલાઓ માટે ખાસ એવોર્ડનું આયોજન કરાયું હતું.
સંસ્થા દ્વારા પ્રથમ વખત આ રીતે પબ્લિક સેક્ટરની મહિલાઓને પ્રાધાન્ય આપતા એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું હતું. દર વર્ષે ફેમીના દ્વારા બોલીવુડ હસ્તીઓ તેમજ મોડલીંગ ક્ષેત્ર માટે એવોર્ડ સેરેમની યોજવામાં આવતી હોય છે. પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરતી મહિલાઓને આ વખતે એવોર્ડ આપવામાં આવ્યા હતા. મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલની વિવિધ ક્ષેત્રમાં કામગીરી જોઈને સંસ્થાએ તેમને વુમન અચિવર્સ એવોર્ડ આપ્યો છે.