Gujarat

સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથી આશ્ચર્ય

By GS TEAM
26 Sep 20251 min read
TukuTouch Logo
સ્વચ્છતા પખવાડિયા 2025 ની ઉજવણીના પરિપત્રમાં માસ્ક સાથે વ્યક્તિગત વસ્તુઓ તથા ખોરાક અન્ય સાથે ન વહેંચવા અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવશે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં  સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથી આશ્ચર્ય

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ કાર્યક્રમ અને ઉત્સવની ઉજવણી માટેના સર્વ શિક્ષા અભિયાન કે સરકારમાંથી આવતા પરિપત્ર કોપી પેસ્ટ કરી દેવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

હાલમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા સ્વચ્છતા પખવાડિયા 2025 ની ઉજવણીનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કોવીડ વખતે નિયમો હતા તેવા માસ્ક યોગ્ય રીતે પહેરવું અને હાથ મિલાવવા નહીંની સૂચના સાથે વ્યક્તિગત વસ્તુઓ તથા ખોરાક અન્ય સાથે ન વહેંચવા સમજણ આપવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. સુરત સહિત સમગ્ર વિશ્વમાં કોવીડે વિદાય લીધી છે ત્યારે સર્વ શિક્ષા અભિયાનનો આ પરિપત્ર આશ્ચર્ય સર્જાવી રહ્યો છે અને તેથી પરિપત્ર કોપી પેસ્ટ કરતા હોવાની ફરિયાદ સાંભળવા મળી રહી છે.