Get The App

સુરત: માનદરવાજા ટેનામેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર લંબાઈ તેવી શક્યતા

Updated: Jun 5th, 2024

GS TEAM


Google News
Google News
સુરત: માનદરવાજા ટેનામેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર લંબાઈ તેવી શક્યતા 1 - image


Mandarwaja Tenement Project: સુરત પાલિકાના રીંગરોડ પર માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પાલિકા અને અસરગ્રસ્તોએ વધુ સમય રાહ જોવી પડશે. પાલિકાએ અત્યાર સુધીમાં પાંચ ટેન્ડર બહાર પાડ્યા હતા પરંતુ ઈજારદાર આગળ ન આવતા પાલિકાએ છઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા અને બે વખત ટેન્ડર ની તારીખ લંબાવી હતી. આ ટેન્ડર મુદતઆજે પૂરી થવા જઈ રહી છે પરંતુ હજી સુધી પાલિકાને કોઈ ઓફર આવી નથી. તેના કારણે માનદરવાજા ટેનામેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર લંબાઈ તેવી શક્યતા રહેલી છે.

સુરતના રીંગરોડ પર છેલ્લા બે વર્ષથી માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરુ કરવામાં આયો છે પરંતુ ઘોંચમાં પડ્યો છે. બે વર્ષ પહેલાં જર્જરિત ટેનામેન્ટ માંથી અસરગ્રસ્તોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. પાલિકાએ આ ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ ઓફર ન આવતાં અસરગ્રસ્તોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાંચ વખત ટેન્ડર બહાર પડાયા બાદ કોઈ ઓફર ન આવતા સુરત પાલિકાએ માનદરવાજા ટેનામેન્ટ રી ડેવલપમેન્ટ માટે સુરત પાલિકાએ ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે પહેલાં છઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા.આ ટેન્ડરની તારીખ અગાઉ લંબાવવામાં આવી હતી. 

શહેરના રિંગરોડ પર આવેલા માનદ૨વાજામાં તૈયાર કરવામાં આવેલા ટેનામેન્ટમાં 1312 જેટલા ઘરો છે. ટેનામેન્ટ હાલ જર્જરિત અવસ્થામાં છે, પાલિકા દ્વારા રાજ્ય સરકારની યોજના અંતર્ગત તેને ડેવલપ કરવા માટે છ વર્ષથી સતત પ્રયાસ જારી છે. પરંતુ બિલ્ડર્સને આ પ્રોજેક્ટમાં તેમની ધારણા પ્રમાણે લાભ નહી દેખાતા તેઓ રસ દાખવી રહ્યા નથી. તે ઉપરાંત ટેનામેન્ટ સાથે જોડાયેલા શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે તેના કારણે પણ કોઈ એજ્સી આ પ્રોજેક્ટ માટે રુચિ દાખવી રહી નથી. 

આ ટેન્ડર માટે પાલિકાએ 5 જૂન છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે તેમ છતાં હજી એક પણ એજન્સી આ પ્રોજેક્ટ માટે આગળ આવી નથી. જો સાંજ સુધીમાં કોઈ ઓફર આવે તો લાંબા સમયથી અભરાઈ પર ચઢેલા પ્રોજેક્ટ સાકાર થશે નહીં તો વધુ એક વાર સમય મર્યાદા લંબાવવા પડશે અથવા નવેસરથી ટેન્ડર બહાર પાડવા પડશે.

Tags :