Get The App

ઓનલાઈન ખરીદી કરનાર ચેતી જજો! સુરતી યુવકે મંગાવ્યો સ્માર્ટફોન પણ બોક્સ ખોલીને જોયું તો આંખો પહોળી થઈ ગઈ

Updated: Jan 8th, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઈન ખરીદી કરનાર ચેતી જજો! સુરતી યુવકે મંગાવ્યો સ્માર્ટફોન પણ બોક્સ ખોલીને જોયું તો આંખો પહોળી થઈ ગઈ 1 - image


Online Shopping Cheating: ઓનલાઈન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, જેવું જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલની બદલે એવી વસ્તુ નીકળે છે, જેને જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતાં તે ચોંકી ગયો હતો. બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી પરંતુ, કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર ટુ ડોર કલેક્શનના કામનો ઇજારો આપશે

શું હતી સમગ્ર ઘટના? 

સુરતમાં રહેતાં રાહુલ થરોડિયા નામના યુવકે 31 ડિસેમ્બરે એમેઝોન પરથી પોકો કંપનીનો ફોન ઓર્ડર કર્યો હતો, ત્યારબાદ 3 જાન્યુઆરીએ કુરિયર દ્વારા મોબાઈલનું બોક્સ મળ્યું હતું. જોકે, યુવકે પોતાની ઉપયોગ કરી બોક્સ ખોલતા સમયે વીડિયો પણ ઉતાર્યો હતો. જોકે, બોક્સ ખોલતાની સાથે જ તેને બોક્સમાં મોબાઈલની બદલે ખૂબ જ હલકી ગુણવત્તાની સ્પ્રેની બોટલ અને ઘડિયાળ મળે છે. બાદમાં યુવકે કંપનીને ફરિયાદ કરી હતી પરંતુ, યુવકને મોબાઈલ ફોન પરત નથી મળ્યો. બાદમાં તેણે ટેક્નિકલ ટીમનો સંપર્ક કર્યો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળ્યો. છેલ્લે તેણે કુરિયર આપવા આવેલા વ્યક્તિનો સંપર્ક કર્યો તો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળતાં પોતે છેતરાયા હોવાની જાણ થઈ. 


આ પણ વાંચોઃ 'ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો', ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર

પોલીસે હાથ ધરી તપાસ

એમેઝોનના ટેક્નિકલ સપોર્ટ દ્વારા તેને મદદ કરવાની ઈનકાર કરતાં યુવક બાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં યુવકે પોતાની સાથે ઘટેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી પોતે ઉતારેલા વીડિયોને પુરાવા તરીકે આપ્યો હતો. પોલીસે સમગ્ર બાબતે યુવક પાસેથી તમામ માહિતી મેળવી છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :