સુરતમાં દુકાનના દબાણથી સ્થાનિકો ત્રાહિમામ : શાકભાજીની દુકાનવાળાએ ગેરકાયદે પાર્કિંગ કરી ગંદકી ફેલાવતા પાલિકાને ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં તાડવાડી-ગોરાટ રોડ પર રહેણાંક એપાર્ટમેન્ટની શાકભાજીની દુકાન સ્થાનિકો માટે આફત બની રહી છે. દુકાનદાર દ્વારા પાર્કિંગની જગ્યા પર ગેરકાયદે કબ્જો કરી લારી-ટેમ્પો ગોઠવી દીધો છે અને બગડેલા શાકભાજી જાહેરમાં નિકાલ કરતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. દુકાન લોકો માટે આફત બની રહી છે સ્થાનિકોએ પાલિકામાં ફરિયાદ કરી છે પરંતુ નિકાલ ન આવતા લોકોની હાલત કફોડી થઈ રહી છે.
રાંદેર ઝોનમાં તાડવાડીથી ગોરાટ રોડ પર જતા પારસમણી એપાર્ટમેન્ટ નીચે કેટલીક દુકાનો આવી છે. હાલમાં એક શાકભાજીની દુકાન દ્વારા કરવામાં આવેલા દબાણ લોકોને મુશ્કેલીમાં મુકી રહી છે. એપાર્ટમેન્ટના લોકોએ પાલિકામાં ફરીયાદ કરી છે કે, દુકાન બહાર એક ટેમ્પો 24 કલાક ઉભેલો હોય છે અને ત્રણ ચાર શાકભાજીની લારી પણ પાર્કિંગમાં મુકી દેવામાં આવે છે. આ ઉપરાંત શાકભાજી ધોવાનું કામ પણ જાહેરમાં કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ભારે ગંદકી થઈ રહી છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
સ્થાનિકોએ પાલિકામાં ફરિયાદ કરી હોવા છતાં દબાણ હટાવાતા નથી અને ગંદકી પણ દિવસેને દિવસે વધી રહી છે. પાલિકાએ કામગીરી ન કરતા તેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો થયો છે અને દુકાનદાર સાથે આડેધડ દબાણના કારણે ઝઘડો થઈ રહ્યો છે. પાલિકા કામગીરી ન કરે તો લોકોના આરોગ્ય સાથે કાયદાકીય ધર્ષણ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
દુકાનના કારણે અશાંત ધારાનો ભંગ થયાનો પણ આક્ષેપ
સુરતના તાડવાડી ગોરાટ પર પર પારસમણી એપાર્ટમેન્ટમાં શાકભાજીની દુકાન લોકો માટે આફત બની રહી છે તેમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. સ્થાનિકો કહે છે, આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ છે અને એપાર્ટમેન્ટમાં અન્ય સમાજના દુકાન ચલાવી રહ્યાં છે અને દાદાગીરી કરી રહ્યાં છે. અશાંત ધારાનો ભંગ થયો છે તેના કારણે આ એપાર્ટમેન્ટમાં અન્ય સમાજના લોકો દુકાન ચલાવી રહ્યાં છે અને આ દિશામાં પણ તપાસ કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે.









