Gujarat

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે

By GS TEAM
11 Apr 20262 mins read
TukuTouch Logo
આ ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. કયા ટેક્નિકલ કારણથી તેઓ ફોર્મ ફરી શક્યા નહોતા તે અંગે પણ કોઇ સ્પષ્ટતા આવી નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે
  • AI IMAGE

Local Body Election: સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતમાં એક તરફ ઉમેદવારે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, તેમણે ફિનાઇલ પી લેતા નાસભાગ મચી હતી. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી તેમને સારવાર માટે ખસેડ્યાં હતા. જો કે તેઓ ફોર્મ કયા કારણે ભરી ન શક્યા તે મામલે હજી સુધી સ્પષ્ટતા થઇ શકી નથી. 

આપ કાર્યકરોનો હોબાળો

આ ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. કયા ટેક્નિકલ કારણથી તેઓ ફોર્મ ફરી શક્યા નહોતા તે અંગે પણ કોઇ સ્પષ્ટતા આવી નહોતી. જો કે તેઓ ફોર્મ નહી ભરી શક્યા બાદ આવું પગલું ઉઠાવતા આપના કાર્યકર્તાઓએ પણ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબુમાં લેવા પોલીસ દ્વારા પણ બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયં હતુ. 

આ પણ વાંચો: ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ફોર્મ ન ભરી શકાતા આપના ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર દ્વારા કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લેવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.