સુરતમાં સમી સાંજે ફિલ્મી દૃશ્યો સર્જાયા: જ્વેલર્સને ગોળી મારી સોના-ચાંદીની લૂંટ, ઘાયલ જ્વેલર્સનું મોત
AI IMAGE |
Robbery and Murder in Surat: સુરતના સચિન રેલવે સ્ટેશનની નજીક આવેલા શ્રીનાથજી જવેલર્સમાં સોમવારે રાતે 9 વાગ્યાની આસપાસ પાંચ લૂંટારુએ જવેલર્સ માલિકને ગોળી મારી સોની ચાંદીના લૂંટ કરી હતી. પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ જતાં લૂંટારુઓ કિંમતી વસ્તુવાળો થેલો મૂકીને ભાગી ગયા હતા. જો કે એક લૂંટારુને પકડીને ઢોર માર મારતાં તેની હાલત ગંભીર હોવાનું જણવા મળ્યું છે.
સચિન સ્ટેશન વિસ્તારના શ્રીનાથજી જવલેર્સમાં રાત્રિના નવ વાગ્યાના સુમારે ચારથી પાંચ જણા લૂંટ કરવાને ઇરાદે ત્રાટક્યા હતા. લુંટારઓએ તમંચા જેવા ઘાતક હથિયાર બતાવી દુકાનના માલિક આશિષ રાજપરાને બાનમાં લઈ તમંચાની અણીએ સોના અને ચાંદીના દાગીના એક પોટલામાં ભરાવ્યા હતા. આ દરમિયાન દુકાન માલિક આશિષ મહેશ રાજપરા(ઉ.વ. 40, રહે. રંગઅવધૂત સોસાયટી, સચિન) ને બાનમાં લીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
ગોકુલધામ વાસી સહિતના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો અને લુંટારઓને પકડવા કવાયત કરી હતી. જે અંતર્ગત એક લૂંટારાને પકડી લીધો હતો. તેને માર મારતાં તેની હાલત ગંભીર છે. લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર ઈજા પામેલા આશિષ રાજપરાનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલમાં ઘટનાસ્થળે ભાગી છૂટેલા અન્ય ત્રણ લૂંટારુઓને પકડી પાડવા પોલીસે ટીમ બનાવી શોધખોળનો દૌર શરુ કર્યો છે. પોલીસ મળેલી માહિતી મુજબ આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે બિહારથી આવ્યા હતા અને સચિનના જ એક વ્યક્તિએ લૂંટ અંગેની ટીપ આપી હતી.