Get The App

સુરત હિટ એન્ડ રનઃ ટેમ્પોચાલકે માતા સામે જ દીકરાને કચડ્યો, બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
સુરત હિટ એન્ડ રનઃ ટેમ્પોચાલકે માતા સામે જ દીકરાને કચડ્યો, બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત 1 - image


Surat Hit and Run: ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરતમાં પણ આવો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પેપર મીલમાં કામ કરતાં મહિલાના બાળકને પોતાની આંખ સામે એક ટેમ્પોચાલકે કચડી નાંખ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં દબાણકર્તા અને કૉર્પોરેશનના અધિકારી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી, પોલીસે મૂકદર્શક બની તમાશો જોયો

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સુરતમાં ગુરૂવારે (20 માર્ચ) ટેમ્પોચાલક બે વર્ષના નાનકડાં બાળકને કચડીને ફરાર થઈ ગયો છે. સુરત GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પાસે પેપરમીલ ખાતે મહિલા કામ કરતી હતી. મહિલા પોતાના બાળકને વ્યવસ્થિત જગ્યાએ સૂવડાવીને કામ કરી રહી હતી. એવામાં પેપરમીલનો જ ટેમ્પોચાલક આવ્યો અને બાળકને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો. સામેથી તેની માતા ટેમ્પોચાલકને બૂમો પાડતી દોડીને આવી ત્યાં સુધી તે ફરાર થઈ ગયો હતો અને તેનું બાળક લોહી લોહાણ હાલતમાં પડ્યું હતું. બાદમાં તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પરંતુ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકનું મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ દ્વારકામાં સોસાયટીના પાણીના ટાંકામાંથી મળ્યો સગીરનો મૃતદેહ, ત્રણ દિવસથી હતો ગુમ

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર મામલે સચિન GIDC પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ ટેમ્પોચાલકને શોધી રહી છે. બાળકના મૃતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોતાના વ્હાલસોયાની મોતથી માતા-પિતા રડી-રડીને બેહાલ થયા છે. પરિવારે ટેમ્પોચાલક માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

Tags :