Get The App

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને 12500 માંથી 12151 માર્ક મળ્યા, સુરત દેશમાં અગ્રેસર સત્તાવાર જાહેરાત

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને 12500 માંથી 12151 માર્ક મળ્યા, સુરત દેશમાં અગ્રેસર સત્તાવાર જાહેરાત 1 - image


સ્વચ્છતા સર્વેક્ષણ માટે લીગ સ્પર્ધાની જાહેરાત થઈ હતી પરંતુ ક્રમ આપવામાં આવ્યા ન હતા આજે સરકારે સ્વચ્છતા લીગ માટે માર્ક્સ ની સત્તાવાર જાહેરાત કરી છે તેમં સમગ્ર ભારતમાં સુરત પહેલા ક્રમે આવ્યું છે. આ માટે 12500 માર્ક્સમાંથી સુરતને 12151 માર્ક્સ મળ્યા છે. જ્યારે બીજા નંબરે ઈન્દોર, ત્રીજા નંબરે નવી મુંબઈ. ચોથા નંબરે વિજયવાડા અને પાંચમા નંબરે અમદાવાદનો સમાવેશ કરવામા આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણની કેટેગરીમાં સુરતને પાંચ કેટેગરીમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે જે પણ સુરત માટે એક સિધ્ધિ છે. 

સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની કેટેગરીમાં સુપર સ્વચ્છ લીગમાં સ્થાન પામેલા 4 શહેરો પૈકી સુરતને કુલ નિર્ધારીત વિવિધ કેટેગરીના કુલ 12500 ગુણોમાંથી સૌથી ગુણ મળ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ પહેલા એવોર્ડ સેરેમની થઈ હતી ત્યારે સુરતનો સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર હોવાની ગેરસમજ ઉભી થઈ હતી. જોકે લીગમાં પહેલું બીજુ સ્થાન જાહેર કરવામાં આવતું નથી પરંતુ હવે ગેરસમજ ઉભી થતાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ના કુલ ગુણોમાંથી સ્પર્ધક શહેરોએ મેળવેલ ગુણોની સત્તાવાર જાહેરાત કરી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને 12500 માંથી 12151 માર્ક મળ્યા, સુરત દેશમાં અગ્રેસર સત્તાવાર જાહેરાત 2 - image

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને 12500 માંથી 12151 માર્ક મળ્યા, સુરત દેશમાં અગ્રેસર સત્તાવાર જાહેરાત 3 - image

જેમાં સુરત સ્વચ્છતા લીગમાં ફરી એક વાર દેશમાં ટોપ પર આવ્યું છે. આ લીગમાં સુરતને 12500 માંથી 12151 માર્ક્સ મળ્યા છે. જ્યારે બીજા નંબરે ઈન્દોરને 12147, ત્રીજા નંબરે નવી મુંબઈને 12074 ચોથા નંબરે વિજયવાડાને 11692 માર્ક્સ મળ્યા છે. આ સ્વચ્છતા લીગના માર્ક્સ છે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવેલા અમદાવાદ 12500 માર્ક્સમાં પાંચમા  ક્રમે 12079 માર્ક્સથી આવ્યું છે. 

સરકારની સત્તાવાર માર્કસની જાહેરાત બાદ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે,  સુપર સ્વચ્છ લીગમાં કોઇ શહેર વચ્ચે પ્રથમ કે બીજા ક્રમ જેવી કોઇ સ્પર્ધા હોતી નથી. જા કે, કુલ વિવિધ કેટેગરીના ગુણમાંથી સુરતે દેશમાં સૌથી વધુ માર્ક મળ્યા છે તે હવે સ્પષ્ટ થયું છે.  સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ની ગાઇડલાઇન મુજબ જીએફસી સર્ટીફિકેશનï, વોટર પ્લસ સર્ટીફિકેશન, વપરાશ થયેલ પાણીના મેનેજમેન્ટ, સ્વચ્છતા ઝુંબેશ, ઇકોસિસ્ટમની મજબૂતાઈ અને સંસ્થાકીય માપદંડની કેટેગરીમાં સુરતે 100 ટકા માર્કસ મળ્યા છે. જ્યારે સીધી રીતે નજરે પડી શકે તેવી ક્લિનલીનેસ કેટેગરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનીટેશનની સુવિધા અને સેનીટેશન સાથે સંકળાયેલ કામદારોના વેલફેરïની કેટેગરીમાં સુરતે 99 ટકા માર્કસ મળ્યા છે.

Tags :