For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં રાત્રીનું તાપમાન 18 ડિગ્રી નોંધાતા ઠંડી અનુભવાઇ

Updated: Nov 20th, 2022

Article Content Image

         સુરત

સુરત શહેરમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન સક્રિય થતા રાત્રીના તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો થઇને રવિવારે ૧૮ ડિગ્રી નોંધાતા શહેરીજનોને ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ રવિવારે સુરતનું અધિકત્તમ તાપમાન ૩૧.૧ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૨૮ ટકા, હવાનું દબાણ ૧૦૧૧.૪ મિલીબાર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી કલાકના પાંચ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ગઇકાલે રાત્રીનું તાપમાન ૨૦.૬ ડિગ્રી નોંધાયુ હતુ. અને આજે અઢી ડિગ્રી તાપમાન ગગડીને ૧૮ ડિગ્રી નોંધાતા શહેરીજનોએ રાત્રીના અને વહેલી સવારે ઠંડીમાં ઠુઠવાયા હતા. 

Gujarat