સુરત જિલ્લા કલેકટર તેમના પી.એ સહિત છ કર્મચારી કોરોના પોઝિટિવ
- હાલની સ્થિતિમાં કેટલાક સમયથી કલેકટર આયુષ ઓક અઠવાડીયામાં બે વખત કોરોના ટેસ્ટ કરાવતા હતા
સુરત
કોરોનાના રોકેટ ગતિએ વધી રહેલા કેસો વચ્ચે અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદનમાં જિલ્લા કલેકટર આયુષ ઓક તેમના પી.એ સહિત છ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા તમામ તકેદારીના ભાગરૃપે હોમ આઇસોલેટ થઇ ગયા છે.
કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા કેસોની સંખ્યામાં એક પછી એક અધિકારી અને કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ થઇ રહ્યા છે. જેમાં જિલ્લા સેવાસદનમાં જિલ્લા કલેકટર આયુષ ઓક તેમના અંગત મદદનીશ, ચીટનીશ અને ડિઝાસ્ટર બ્રાન્ચના ડેપ્યુટી મામલતદાર સહિત છ કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે કહ્યું કે, હાલની સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી અઠવાડિયામાં બે વખત કોરોનાના ટેસ્ટ કરાવતા હતા. આજે રિપોટ પોઝીટીવ આવતા હોમ આઇસોલેટ થયા છે. હાલમાં શરદી, ખાંસી અને તાવ છે પણ તબિયર સ્થિર છે.
જિલ્લા સેવાસદન કચેરીમાં અન્ય કર્મચારીઓના કોરોના ટેસ્ટ થતા તેમના અંગત મદદનીશ સહિત છ કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે. તમામ હોમ આઇસોલેટ થયા છે અને તબિયત સ્થિર છે.