Gujarat

સુરતમાં ગૂંગળામણના લીધે ત્રણ મોત, જનરેટરના ધુમાડાના લીધે શ્વાસ રૂંધાયો, પોલીસ ઘટનાસ્થળે

By GS TEAM
11 Jul 20251 min read
TukuTouch Logo
સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે. સુરતના ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગૂંગળામણના લીધે ત્રણ મોત, જનરેટરના ધુમાડાના લીધે શ્વાસ રૂંધાયો, પોલીસ ઘટનાસ્થળે

Surat News: સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે. સુરતના ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા એમ ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે છે. 

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરુ કરી છે. 

મૃતકો નામ

બાલુભાઈ પટેલ (ઉં.વ. 77)
સીતાબેન પટેલ (ઉં.વ.56)
વેદાબેન પટેલ (ઉં.વ.60)