Gujarat

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
હજીરાના ઉદ્યોગગૃહોને દરરોજ 200 એમએલડી ટર્સરી ટ્રીટેડ પાણી પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને અંતે પાલિકા એ અભરાઈ પર ચઢાવી દીધો છે. પ્રોજેક્ટમાં પાલિકાના અધિકારીઓની વિવાદાસ્પદ ભૂમિકાને લઈને ઊભા થયેલા સવાલ હજી શમ્યા નથી ત્યાં જ સમગ્ર યોજનાને બાજુએ રાખી નવી યોજના માટે કવાયત શરુ થઈ છે. . હવે પાલિકા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરીને ઉચ્ચ ગુણવત્તાનું પાણી આપવાને બદલે ઉદ્યોગ ગૃહોને સીધું સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની તજવીજ શરૂ કરી છે તેના માટે ઉદ્યોગોની જરૂરિયાત કેટલી છે તે વિગતો માંગવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન

હજીરાના ઉદ્યોગગૃહોને દરરોજ 200 એમએલડી ટર્સરી ટ્રીટેડ પાણી પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને અંતે પાલિકા એ અભરાઈ પર ચઢાવી દીધો છે. પ્રોજેક્ટમાં પાલિકાના અધિકારીઓની વિવાદાસ્પદ ભૂમિકાને લઈને ઊભા થયેલા સવાલ હજી શમ્યા નથી ત્યાં જ સમગ્ર યોજનાને બાજુએ રાખી નવી યોજના માટે કવાયત શરુ થઈ છે. . હવે પાલિકા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરીને ઉચ્ચ ગુણવત્તાનું પાણી આપવાને બદલે ઉદ્યોગ ગૃહોને સીધું સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાની તજવીજ શરૂ કરી છે તેના માટે ઉદ્યોગોની જરૂરિયાત કેટલી છે તે વિગતો માંગવામાં આવી રહી છે. 

અસારમા ખાતે દરરોજ અંદાજે 400 એમએલડી જેટલું સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર એકત્રિત થાય છે. આ પાણીનું વધુ શુદ્ધિકરણ કરીને તેને ટર્સરી ટ્રીટેડ પાણીમાં ફેરવવામાં આવે અને ત્યારબાદ હજીરાના ઉદ્યોગ ગૃહોને પહોંચાડવામાં આવે તેવી યોજના અંગે પાલિકા સ્તરે ગંભીર વિચારણા ચાલી રહી હતી. આ યોજના અમલમાં આવે તો શહેરના ગંદા પાણીનો પુન ઉપયોગ વધે અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે વિકલ્પરૂપે જળસ્ત્રોત ઉપલબ્ધ થાય તેવું આયોજન થતું હતું. પંરતુ કેટલાક અધિકારીઓની ભૂમિકાને લઈને વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ પાલિકા તંત્રએ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં આગળ વધવાને બદલે સમગ્ર મામલાની નવી રીતે સમીક્ષા શરૂ કરી હતી. હવે તંત્રનો ઝુકાવ ઉદ્યોગોને સીધું સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર પૂરું પાડવાની વ્યવસ્થા તરફ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા એરિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ટર્સરી ટ્રીટેડ પાણી ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકાએ આ માંગણી સ્વીકારવાને બદલે ઉદ્યોગ ગૃહોને ખરેખર કેટલા એમએલડી સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટરની જરૂર છે તેની વિગતવાર માહિતી મંગાવી છે. આ માહિતીના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. પાલિકાના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક સમયે મહત્ત્વાકાંક્ષી ગણાતી ટર્સરી ટ્રીટેડ પાણી પુરવઠા યોજના અભરાઈ પર ચઢાવી દેવામાં આવી છે. 

હજીરાના ઉદ્યોગ ગૃહોને ટર્સરી ટ્રીટેડ પાણી પૂરું પાડવાની યોજના એક સમયે પાલિકાના મહત્ત્વાકાંક્ષી આયોજન તરીકે જોવામાં આવતી હતી, પરંતુ અધિકારીઓની વિવાદાસ્પદ ભૂમિકાને પગલે ઊભા થયેલા વિવાદ બાદ હવે સમગ્ર દિશા બદલાઈ ગઈ છે. પાલિકા દ્વારા ઉદ્યોગગૃહો પાસેથી સેકેન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર ની જરૂરિયાત અંગે વિગતો મંગાવવામાં આવી રહી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તંત્ર હવે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકલ્પને બદલે સીધા સેકેન્ડરી ટ્રીટેડ પાણીના પુરવઠા તરફ આગળ વધી રહ્યું છે.