Get The App

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી દ્વારા પાલિકાની ઓફિસનો ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. આ કબજો ખાલી કરવા નોટિસ આપતા યુનિયનને તાળા મારીને જતા રહ્યા હતા. જોકે પાલિકાએ કડકવલણ દાખવીને ગઈકાલે રાત્રે જ ઓફિસનો કબજો લઈ લીધો હતો. 

સુરત પાલિકાએ મોડી રાત્રે યુનિયનની ગેરકાયદે ઓફિસને ખાલી કરી સામાન બહાર કાઢી પાર્કિંગમાં મૂક્યો 2 - image

સુરત પાલિકામાં ચાલતા વિવિધ 25 યુનિયનોને કાયદેસરતા માટે મહાનગરપાલિકાએ નોટીસ આપી હતી. આ કાયદેસરતા સાબિત કરવા યુનિયોનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. દરમિયાન પાલિકાએ કરેલી તપાસમાં છેલ્લા દસ વર્ષથી આ યુનિયનો દ્વારા પાલિકાની ઓફિસમાં ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત દસ વર્ષથી પાલિકાની પાણી લાઈટ અને ટેલીફોન જેવી સુવિધાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ ઓફિસ ખાલી કરવા માટે પાલિકાએ તાકીદ કરી હતી જેમાંથી લાલ વાવટા યુનિયન દ્વારા ગઈકાલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી. પરંતુ અન્ય યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી કરવાને બદલે સમય માંગ્યો હતો અને ઓફિસમાં તાળા મારી જતા રહ્યા હતા. વધારાનો સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી તેમ છતાં યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી ન કરવા માટે તાળા મારી દીધા હતા.

ગઈકાલે મોડી રાત્રે પાલિકાએ પોલીસની મદદથી યુનિયનનો ગેરકાયદેસર કબજાવાળી ઓફિસને ખાલી કરાવી દીધી હતી. અને ઇન્ડિયનની ઓફિસમાં રહેલો સામાન પાલિકાના પાર્કિંગમાં મૂકી દીધો હતો. પાલિકાની આવી આક્રમક કામગીરીથી યુનિયનનો ડઘાઈ ગયા છે અને પાલિકા સામે લડત આપવા માટે તૈયારી કરી રહ્યા છે.

Tags :