Gujarat

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ જશે: એઆઈસીસી મંત્રી

By GS TEAM
21 Dec 20253 mins read
TukuTouch Logo
સુરત સહિત સમગ્ર દેશમાં નેશનલ હેરાલ્ડ તથા મનરેગા મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરત ખાતે એઆઇસીસીના મંત્રીએ પત્રકાર પરિષદમાં આ બન્ને મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું, ભાજપ સરકાર મહાત્માગાંધીથી ભયભિત છે ભાજપ રામ રાજ્ય નહી પણ નામ રાજ્યની સરકાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: મનરેગા યોજનામાં કરેલા ફેરફાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક છે રાજ્ય સરકારની તિજોરી ખાલી થઈ જશે:  એઆઈસીસી મંત્રી

સુરત સહિત સમગ્ર દેશમાં નેશનલ હેરાલ્ડ તથા મનરેગા મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. સુરત ખાતે એઆઇસીસીના મંત્રીએ પત્રકાર પરિષદમાં આ બન્ને મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું,  ભાજપ સરકાર મહાત્માગાંધીથી ભયભિત છે ભાજપ રામ રાજ્ય નહી પણ નામ રાજ્યની સરકાર છે. છેલ્લા બે દાયકાથી ગરીબો માટે ચાલતી આ યોજનામાંથી ગાંધીજીનું નામ કાઢી નાંખી ભાજપે તેમની માનસિકતા છતી કરી છે.  આ યોજનાના નામ સાથે યોજના બદલી કાંઢીને યોજનાનો મહત્વનો ભાગ હટાવી દીધો છે. આ ઉપરાંત નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપે કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હોવાનું પણ જણાવ્યું હતું. 

નેશનલ હેરાલ્ડ મુદ્દે  રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળ્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે લોકો પાસે જવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ભારત સરકારે મનરેગા યોજનાનું નામ બદલીને વીબી રામજી રાખવાનો નિર્ણય કર્યો છે તેની સામે પણ કોગ્રેસે આક્રમક રુપ બતાવ્યું છે. આ મુદ્દે હવે સુરત સહિત દેશના મોટા શહેરમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં આજે એઆઇસીસીના મંત્રી અને જમ્મુ કાશ્મીર ના  સહ પ્રભારી  દિવ્યા મદેરણા એ પત્રકાર પરિષદ સંબોધતા  કહ્યું હતું ભાજપ સરકાર મનરેગાનો કાળો અધ્યાય લખવા જઈ રહી છે અને આઝાદી બાદ દેશમાં પહેલી એવી સરકાર આવી છે કે જે ગાંધીજીનું નામ મોટી યોજનામાંથી હટાવવા જઈ રહી છે. 

તેઓએ કહ્યું હતું છેલ્લા વીસ વર્ષથી આ યોજના ગરીબો માટે ચાલતી હતી જેમાં 90 ટકા જેટલો હિસ્સો કેન્દ્ર સરકારનો રહેતો હતો હવે તે ઘટાડી 60 ટકા કરી દેવામાં આવ્યો છે જેના કારણે રાજ્યની તિજોરી પર ભારણ વધશે અને આ યોજનાના કારણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક કરવા માટે જઈ રહી છે. આક્ષેપ કરતા તેઓએ કહ્યું હતું આ આ સરકાર મહાત્મા ગાંધીથી ભયભીત સરકાર છે અને ભાજપની આ સરકાર રામ રાજ્ય નહી પરંતુ નામ રાજ્યની સરકાર બની રહી છે. આરએસએસે મહાત્મા ગાંધીને ક્યારેય રાષ્ટ્રપિતા તરીકે સ્વીકાર્યા નથી અને તે એજન્ડા સાથે આ સરકાર ચાલી રહી છે. 

નેશનલ હેરાલ્ડ મુદ્દે તેઓએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ ઈડી બની ગયું છે ચૂંટણી પહેલા ઈડી પહોચી જાય છે અને સરકાર ઈડી અને સીબીઆઈનો ઉપયોગ વિરોધીઓને ડરાવવા માટે કરે છે. ભાજપ  નેશનલ હેરાલ્ડ કેસ થકી કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે. આ કિસ્સામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશની જાહેરમાં માફી માંગવી જોઈએ. આ સાથે એજન્સીઓની પણ જવાબદારી નક્કી થવી જોઈએ. 

તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક પેડ માં કે નામ સાથે ભાવનાત્મક વાત કરવામા આવે છે તો બીજી તરફ એક રૂપિયામાં પુરા જંગલ અદાણીને આપી દેવામાં આવે છે આ મુદ્દે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે અને અવાજ ઉઠાવતી રહેશે તેમ કહીને ભાજપ સરકાર બાપુ નું નામ હટાવવા માટેનું ગોડસેનું સપનું પુરુ કરતી સરકાર ગણાવી હતી.