વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો

Vadodara : વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં પોલીસે ગાંજો મંગાવનાર સુરતના કેરિયરને ઝડપી પાડ્યો છે.
ગઈ તા.8મી ઓક્ટોબરે સયાજીગંજ પોલીસ દ્વારા વડોદરા એસટી ડેપો ખાતે વોચ રાખી આઠ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના શંકર સરધાને ઝડપી પાડ્યો હતો. ખાનગી નોકરી કરતા 21 વર્ષિય યુવકને ગાંજાની ડિલિવરી માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુબ્રતા નાગ દ્વારા સુરત મોકલવામાં આવ્યો હોવાની પોલીસને વિગતો મળી હતી. જેથી ગાંજો મંગાવનાર સુરતના કેરિયરની પોલીસ તપાસ કરી રહી હતી.
સયાજીગંજ પોલીસવાળા સુરતના મોસાલી ગામે વોચ રાખવામાં આવી હતી અને આખરે પોલીસથી બચવા ભાગી રહેલા મહંમદ અકરમ યાકુબભાઇ મલેકને ઝડપી પાડવામાં આવ્યો છે.

