Gujarat

સુરત: લોકો પાસે દંડ વસુલતા કેમેરા વરસાદી આફતની કામગીરીમાં કામ આવ્યા

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
સુરત પાલિકા અને સુરત પોલીસ મળીને શહેરમાં જુદી જુદી જગ્યાએ 4500 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પાલિકા આ કેમેરાનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે દંડ કરવા અને પોલીસ સીટ બેલ્ટ અને હેલ્મેટ તથા અન્ય દંડની કામગીરી માટે ઉપયોગમાં આવતા હતા. પરંતુ હાલમાં છેલ્લા બે દિવસથી સુરતને વરસાદ ધમરોળી રહ્યું છે શહેરમાં મોટા ભાગની જગ્યાએ વરસાદના કે ખાડી પૂરના પાણી ભરાયા છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો હેરાન થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: લોકો પાસે દંડ વસુલતા કેમેરા વરસાદી આફતની કામગીરીમાં કામ આવ્યા

સુરત પાલિકા અને સુરત પોલીસ મળીને શહેરમાં જુદી જુદી જગ્યાએ 4500 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પાલિકા આ કેમેરાનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે દંડ કરવા અને પોલીસ સીટ બેલ્ટ અને હેલ્મેટ તથા અન્ય દંડની કામગીરી માટે ઉપયોગમાં આવતા હતા. પરંતુ હાલમાં છેલ્લા બે દિવસથી સુરતને વરસાદ ધમરોળી રહ્યું છે શહેરમાં મોટા ભાગની જગ્યાએ વરસાદના કે ખાડી પૂરના પાણી ભરાયા છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો હેરાન થઈ રહ્યા છે. 

ગઈ કાલના વરસાદના પાણી માંડ ઉતર્યા ત્યાં મોડી રાત્રીથી ફરી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને ફરીથી પાણી ભરાવાવનું શરૂ થયું હતું. જેના કારણે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓની ટીમ ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા આઈસીસીસી ખાતે પહોંચી ગઈ હતી. સુરત શહેરમાં પાલિકાના 3500 અને સુરત પોલીસના 1000 કેમેરા છે તેનુ મોનીટરીંગ આઈસીસીસી પરથી થાય છે. તેનું ટીમે સતત મોનિટરિંગ કરી ને જ્યાં પાણીનો ભરાવો થયો હતો કે વૃક્ષ પડ્યા હતા તેની માહિતી ભેગી કરવા સાથે ઝોન અને વિભાગને આપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે લોકોની ફરિયાદ આવે તે પહેલાં અનેક જગ્યાએ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. 

આ ઉપરાંત આ કેમેરાની મદદથી ખાડીનું લેવલ વધી રહ્યું છે અને પાણીનો ભરાવો થયો છે તેની માહિતી મેળવી અને ફાયરની ટીમ સાથે આરોગ્યની ટીમને પણ રવાના કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત જ્યાં પાણી ઓસરી ગયા હતા ત્યાં સફાઈની કામગીરી સાથે જંતુનાશક દવાના છંટકાવ માટેની કામગીરીની પણ સૂચના આપવા સાથે કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. આમ પહેલી વાર લોકો પાસે દંડ વસુલતા કેમેરા લોકોની ફરિયાદ નો હલ કરવા માટે કામ આવ્યા હતા.