Gujarat

સુરત સ્માર્ટ સીટી ને બદલે લેક સીટી બની ગયું, કોંગ્રેસે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું

By GS TEAM
24 Jun 20251 min read
TukuTouch Logo
સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે સુરતીઓ ગઈકાલ વરસાદી પાણીના ભરાવા અને આજે ખાડી પુર થી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવ જેવા બની ગયાં હોવાથી કોંગ્રેસે આજે પુણા વિસ્તારમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને સ્માર્ટ સીટી ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત સ્માર્ટ સીટી ને બદલે લેક સીટી બની ગયું, કોંગ્રેસે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું

સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે સુરતીઓ ગઈકાલ વરસાદી પાણીના ભરાવા અને આજે ખાડી પુર થી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવ જેવા બની ગયાં હોવાથી કોંગ્રેસે આજે પુણા વિસ્તારમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને સ્માર્ટ સીટી ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

સુરતમાં છેલ્લા બે દિવસથી આકાશ માંથી આફત વરસી રહી છે અને તેના કારણે શહેરના મોટાભાગના વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. ગઈકા માંડ પાણી ઉતર્યા ત્યા ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે તેમાં પુણા કોંગ્રેસ દ્વારા આજે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પુણા કોંગ્રેસના નેતાઓ એ સ્થાનિક લોકોને સાથે રાખીને પુણાગામ વિસ્તારમાં વિવિધ જગ્યાઓ ઉપર પોસ્ટર સાથે સુરત શહેરને સ્માર્ટ સીટી બનાવવાના બદલે લેક સીટી બનાવવા બદલ શાસકોનો આભાર વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વરસાદી આફત થી ત્રાસેલા લોકો પણ જોડાયા હતા.