Gujarat

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ

By GS TEAM
25 Aug 20252 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે શહેરમાં શ્રીજીની પીઓપીની મૂર્તિના આક્રમણ વચ્ચે માટીની મૂર્તિ ટક્કર લઈ રહી છે. આવા સમયે સુરતના એક મૂર્તિકારે વિસર્જનના માત્ર 20 મિનિટમાં ઓગળી જાય તેવી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ ગણેશ ભક્તોને ચકિત કરી રહી છે. આજના ઝડપી સમયમાં ગણેશ ભક્તો પણ ઝડપી વિસર્જન થાય તેવું ઈચ્છી રહ્યા છે, ત્યારે આવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ સંદેશો આપી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ

Surat News : સુરતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે શહેરમાં શ્રીજીની પીઓપીની મૂર્તિના આક્રમણ વચ્ચે માટીની મૂર્તિ ટક્કર લઈ રહી છે. આવા સમયે સુરતના એક મૂર્તિકારે વિસર્જનના માત્ર 20 મિનિટમાં ઓગળી જાય તેવી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ ગણેશ ભક્તોને ચકિત કરી રહી છે. આજના ઝડપી સમયમાં ગણેશ ભક્તો પણ ઝડપી વિસર્જન થાય તેવું ઈચ્છી રહ્યા છે, ત્યારે આવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ સંદેશો આપી રહી છે. 

ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવામાં આવી

આગામી ગણેશોત્સવ પહેલા સુરતમાં મોટી માત્રામાં શ્રીજીની પીઓપીની મૂર્તિ વેચાણ માટે આવી ગઈ છે. તે તંત્ર અને પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. હાલમાં ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. તેમ છતાં પીઓપીની મૂર્તિની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિ સામે સુરતના પાલનપોર વિસ્તારના ગણેશજીની મૂર્તિ બનાવનાર સુરેશ કોરપેએ અનોખો પ્રયોગ કર્યો છે. આ મૂર્તિકારે ચીકણી માટી અને નેચરલ કલરના સંયોજનથી શ્રીજીની એવી મૂર્તિ બનાવી છે.


મૂર્તિ બનાવનાર સુરેશ કોરપેનું કહેવું છે કે, 'છેલ્લા ઘણા સમયથી સુરતમાં ઘર આંગણે વિસર્જનનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગત વર્ષે કેટલાક ગણેશ આયોજકોએ વિસર્જન બાદ ઝડપથી મૂર્તિ ઓગળી જાય તેવી મૂર્તિની માગ કરી હતી. આ અંગે વિચારણા કરી તો એવું તારણ મળ્યું કે, માટીની મૂર્તિ પર પણ કલરના પાંચથી છ લેયર કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા માટી કલર શોષી લે તે માટે બેઝ કલર હોય છે, ત્યારબાદ કલરના પાંચેક લેયર બનાવવામાં આવે છે તેથી મૂર્તિનું વિસર્જન બાદ મૂર્તિ ઓગળવામાં થોડું મોડું થાય.'

આ પણ વાંચો: Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ

મૂર્તિના રહસ્ય વિશે વાત કરતાં કલાકારે જણાવ્યું હતું કે, 'વિચારણા બાદ કાળી માટીનો ઉપયોગ કરી મૂર્તિમાં નેચરલ વોટર કલરનો સ્પે કરવામાં આવ્યો અને પછી શેડિંગ માટેનો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નેચરલ કલર અને ચીકણી માટીનું સંયોજન જ એનું રહસ્ય છે. મૂર્તિ પાણીમાં મૂકતાં જ માટી ઓગળી જાય છે. આ પ્રકારની મૂર્તિ બનાવ્યા બાદ તેની માગ વધી છે, પરંતુ આ વર્ષે મર્યાદિત મૂર્તિ બનાવી છે. હવે ગણેશ આયોજકોની વિસર્જન બાદની પ્રતિક્રિયા જાણ્યા પછી આવતા વર્ષે વધુ મૂર્તિ બનાવવામાં આવશે. સુરતમાં બનાવાયેલી આ ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ભાવિ પેઢીને સ્વચ્છતા અને પ્રકૃત્તિ પ્રત્યે જાગૃત્તિનો સંદેશ પણ આપશે.'