સુરત: જન્મ મરણના વધારાના દાખલા માટે અરજદારોએ ધક્કા નહીં ખાવા પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકા વિસ્તારમાં જન્મ મરણ થાય ત્યારે તેનો વધારાનો દાખલો લેવા માટે પહેલા ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે સ્થાયી સમિતિએ તંત્રને સુચના આપી છે જેના કારણે પહેલો દાખલો લેવા આવે તેની સાથે જ શુલ્ક લઈ દાખલા મળી શકશે.
સુરત પાલિકા વિસ્તારમાં જન્મ મરણ થાય ત્યારે પાલિકા કચેરીમાં નોંધવામાં આવે છે પેહલા એવો નિયમ હતો કે પહેલો દાખલો વિના મૂલ્યે આપવામાં આવે છે. જ્યારે બીજો દાખલો 65 રૂપિયા આપી કઢાવવાનો હોય છે. જોકે, આ દાખલા માટે અરજદારે બીજી વખત પાલિકા કચેરીએ આવવા પડે છે. આ માટે અરજદારોને ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ સ્થાયી સમિતિના સભ્યોને મળી હતી જેના કારણે આજે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે તંત્રને સુચના આપી હતી અને જ્યારે પહેલો દાખલો આપવામાં આવે ત્યારે જ અન્ય માટે પણ અરજી સ્વીકારી લેવામા આવે અને લોકોને ધક્કા ખાવા નહીં પડે. આ સૂચનાનો અમલ થાય ત્યાર બાદ લોકોને દાખલા માટે ધક્કા ખાવા નહીં પડે.








