સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત મહાનગરપાલિકાએ શહેરના રસ્તાની સફાઈ માટે 16 સ્વીપર મશીનોની ખરીદી તથા ઓપરેશન-મેઇન્ટેનન્સ ટેન્ડર બહાર બહાર પડ્યા બાદ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા, જોકે, તેમાં કોઈ કામગીરી થઈ ન હતી જોકે, હાલમાં વિપક્ષના એક કોર્પોરેટરે પાલિકામાં ચાલતા સ્વીપર મશીન થી યોગ્ય સફાઈ થતી નથી અને સ્વીપર મશીન ની સફાઈ દરમિયાન સફાઈ થતી નથી અને કચરો પડતો હોવાનો વિડીયો વાયરલ કરી ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે અને આ નંબર જાળવી રાખવા માટે પાલિકા કામગીરી કરી રહી છે. સફાઈની કામગીરી માં સુરત અગ્રેસર રહે તે માટે પાલિકાના સફાઈ કર્મચારી સાથે સાથે મશીનથી સફાઈની કામગીરી યોગ્ય રીતે થાય તેવી કામગીરી કરી રહી છે. સુરત પાલિકાએ સ્વીપર મશીન થી સફાઈની કામગીરી થાય તે માટે 16 સફાઈ મશીન ખરીદ્યા છે અને તેને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાના ટેન્ડર પણ આપ્યા છે. જોકે, આ મશીન થી સફાઈની કામગીરી યોગ્ય થતી ન હોવાની ફરિયાદ અનેક વખત મળી છે.
દરમિયાન આજે સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર 14 ડિસેમ્બરે રાત્રી દરમિયાન પાલિકાએ ખરીદેલા સ્વીપર મશીન થી થતી સફાઈ નો વિડીયો વાયરલ કર્યો હતો. જોકે, આ વિડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે સ્વીપર મશીન ચાલે છે તેની પાછળ રસ્તો પર સફાઈ થવાના બદલે કચરો જોવા મળી રહ્યો છે. વિપક્ષના સભ્યએ આક્ષેપ કર્યો છે કે 21 કરોડના ખર્ચે 16 સ્વીપર મશીનની ખરીદી કરી છે અને તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 265 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ તેમાં કૌભાંડ થઈ રહ્યું છે અને સફાઈની કામગીરી યોગ્ય થતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.









