Gujarat

સુરત એરપોર્ટ પરથી ₹6 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો: ડ્રગ્સ માફિયાઓનો નવો પેંતરો

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મુખ્ય એરપોર્ટ્સ હવે દાણચોરો અને ડ્રગ્સ પેડલરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ અને સુરત સહિતના એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સિલસિલામાં સુરત પોલીસે એક મોટી સફળતા મેળવતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત એરપોર્ટ પરથી ₹6 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો: ડ્રગ્સ માફિયાઓનો નવો પેંતરો

Surat International Airport : ગુજરાતના મુખ્ય એરપોર્ટ્સ હવે દાણચોરો અને ડ્રગ્સ પેડલરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ અને સુરત સહિતના એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ સિલસિલામાં સુરત પોલીસે એક મોટી સફળતા મેળવતા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા બે શંકાસ્પદ ઈસમો પાસેથી 17 કિલો અને 700 ગ્રામ જેટલો ‘હાઈબ્રીડ ગાંજો’ મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે ₹6 કરોડ હોવાનું મનાય છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



આ પણ વાંચો: દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ

પેડલરોએ હેરાફેરીનો રૂટ બદલ્યો? 

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને સુરત એરપોર્ટ પર સોના અને નશીલા પદાર્થોની હેરાફેરી વધી છે. પોલીસ અને કસ્ટમ વિભાગની ભીંસ વધતાં ડ્રગ્સ પેડલરોએ હવે હેરાફેરી માટેનો માર્ગ (Route) બદલ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. મોટા મેટ્રો સિટીઝને બદલે હવે તેઓ સુરત જેવા શહેરોને ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા છે.