Get The App

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક

અપક્ષ કાઉન્સિલરે નિર્ણયને બિરદાવી મહા આરતી સાથે ઉજવણી કરી

નિયમો અસ્પષ્ટ અને દુરુપયોગની શક્યતા દર્શાવતા કોર્ટના આદેશને આવકારી શાસકો પર આકરા પ્રહારો

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક 1 - image


સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુ.જી.સી.)ના નવા નિયમોને આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. કોર્ટએ નિયમોમાં જોગવાઈઓ અસ્પષ્ટ હોવાનું તેમજ તેના દુરુપયોગની શક્યતા વ્યક્ત કરી છે. આ નિર્ણયને શહેરના અપક્ષ કાઉન્સિલર આશિષ જોષીએ બિરદાવ્યો હતો અને મહા આરતી કરીને પ્રસાદી આપી લોકોનું મોઢું મીઠું કરાવ્યું હતું.

આ અંગે આશિષ જોષીએ જણાવ્યું હતું કે, યુ.જી.સી.ના નવા નિયમો સવર્ણ સમાજ વિરુદ્ધના હોઈ છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી સવર્ણ સમાજની જીત થઈ છે. સરકાર દ્વારા દેશમાં જાતિ વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો, તેનો જવાબ કોર્ટના નિર્ણયથી મળ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે આ કાયદો સંપર્ણપણે રદ થવો જોઈએ. ગુજરાત સહિત વડોદરાના સાંસદોને સમાજ પ્રત્યે વફાદાર રહેવાની ટકોર પણ તેમણે કરી હતી. આશિષ જોષીએ કહ્યું હતું કે, બ્રાહ્મણ હિંદુ સમાજનું મુખ છે અને બ્રાહ્મણ તરીકે દિશા નિર્દેશ કરી વર્ગવિગ્રહ ફેલાવવો યોગ્ય નથી. સમાજમાં એકતા સ્થાપિત કરવાની ભૂમિકા બ્રાહ્મણોની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાહત અનુભવતા મહાદેવના આશીર્વાદ લઈ સોસાયટીના રહીશો વચ્ચે પ્રસાદી વિતરણ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.