Get The App

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એન.વી. અંજારિયા કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા, SCએ કર્યો ઓર્ડર

Updated: Feb 7th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એન.વી. અંજારિયા કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા, SCએ કર્યો ઓર્ડર 1 - image


Justice NV Anjaria : ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એન.વી. અંજારિયા કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્ત થતા સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં 2011 થી ફરજ બજાવતા એન.વી. અંજારિયાની કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઈ હતી. હવે સત્તાવાર ઓર્ડર કરવાની ફોર્માલિટી પૂરી થશે.

જસ્ટિસ અંજારિયાની 21 નવેમ્બર, 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની પદોન્નતિ પહેલા, તેમણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિવિલ, બંધારણીય, કંપની કાયદો, શ્રમ અને સેવા બાબતોમાં પ્રેક્ટિસ કરી હતી અને સિવિલ અને તેઓ બંધારણીય કેસોમાં નિષ્ણાંત હતા.

એન.વી. અંજારિયા મૂળ કચ્છના વતની છે, તેમનો જન્મ કચ્છમાં થયો હતો. તેમણે 1988થી વકીલાત શરૂ કરી હતી. 23 વર્ષની કારકિર્દીમાં સિવિલ, બંધારણીય કેસો લડી ચૂક્યા છે. આ સિવાયના અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ પણ આપી ચૂક્યા છે.

Tags :