માનહાનિના કેસમાં દાઉદી વ્હોરા જમાત ટ્રસ્ટ સહિત સાત વિરુધ્ધ સમન્સનો આદેશ
કુવૈતમાં સ્થાયી નાસીર બાદશાહે બદનક્ષીકારક ટીપ્પણી વ્હોટ્સએપ ગુ્રપમાં ચેટ-ટીપ્પણી મુદ્દે પુત્ર મારફત કેસ કર્યો હતો
સુરત
કુવૈતમાં સ્થાયી નાસીર બાદશાહે બદનક્ષીકારક ટીપ્પણી વ્હોટ્સએપ ગુ્રપમાં ચેટ-ટીપ્પણી મુદ્દે પુત્ર મારફત કેસ કર્યો હતો
15 વર્ષોથી કુવૈતમાં સ્થાયી એવા ફરિયાદીએ દાઉદી વ્હોરા જમાત ટ્રસ્ટના કર્તા હર્તાઓ વિરુધ્ધ વોટ્સએપ ગુ્રપમાં મુકેલી નોટીસના મુદ્દે થયેલી ચેટીંગ તથા કલેકટર-પોલીસ કમિશ્નરને પાઠવેલા આવેદનમાં બદનક્ષીકારક લખાણના મુદ્દે કરેલી કોર્ટ ફરિયાદને વંચાણે લઈને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ તથા એડીશ્નલ સીવીલ જજ પ્રખર ગૌતમે દાઉદી વ્હોરા ટ્રસ્ટ તથા તેના સાત જેટલા કર્તાહર્તા વિરુધ્ધ સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.
દાઉદી વ્હોરા સમાજના સભ્ય તથા 15 વર્ષોથી કુવૈતમાં સ્થાયી થયેલા નાસીર મહોમદ બાદશાહની વિરુધ્ધ ગઈ તા.13-2-24ના રોજ દાઉદી વ્હોરા ટ્રસ્ટના લેટર પેડ પર સુરત જિલ્લા કલેકટર તથા સુરત શહેર પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.જે આવેદનના લખાણમાં માનહાનિ થાય તેવા લખાણ તથા વ્હોટ્સ એપ ગુ્રપમાં કરવામાં આવ્યા હતા.તદુપરાંત દાઉદી વ્હોરા ટ્રસ્ટના વોટસ એપ ગુ્રપમાં ચેટીંગમાં આપત્તિ જનક ટીપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી નાસીર બાદશાહના ફરિયાદી પાવરદાર પુત્ર હાદી શાહે ભાવેશ કુલકર્ણી મારફતે ક્રીમીનલ ઈન્કવાયરી કરતી ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.જે અંગે ફરિયાદી ખાસ કુવૈતથી સુરત કોર્ટમાં આવીને માનહાનિના કેસમાં ફરિયાદનું વેરીફિકેશન માટે હાજર રહ્યા હતા.ત્યારબાદ ફરિયાદપક્ષે ચાર સાક્ષીઓને જુબાની લઈને સમાજના ગુ્રુપમાં થયેલા વોટ્સએપ ચેટીંગના પુરાવા સાથે એવીડેન્સ એક્ટની કલમ-65 (બી)હેઠળ સર્ટીફિકેટ રજુ કર્યું હતુ.જેથી કોર્ટે ફરિયાદી તથા સાક્ષીઓની જુબાની તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને દાઉદી વ્હોરા ટ્રસ્ટ તથા તેના સાત જેટલા કર્તાહર્તાઓ ની વિરુધ્ધ ક્રીમીનલ કેસ નોંધીને સમન્સ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.