Get The App

હજીરાના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં દોષી સુજીત સાકેતને.આજીવન કેદ

Updated: Dec 29th, 2021

GS TEAM

Google News
Google News
હજીરાના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં દોષી સુજીત સાકેતને.આજીવન કેદ 1 - image

- આરોપીને કેપીટલ પનીશમેન્ટ કરવા સરકાર પક્ષની માં ગ નકારી કોર્ટે રેરસ્ટ ઓફ રેર કેસ ન માન્યો:ભોગ બનનાર બાળકીના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ. વળતર ચૂકવવા નિર્દેશ

- સરકાર પક્ષે કેસ કાર્યવાહી ની પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી રીપીટેડ 14 સાક્ષી ડ્રોપ કરી કુલ મહત્વના 29 સાક્ષી તપાસી કેસ સાબિત કર્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરૂ વાર

ગયા એપ્રિલ માસમાં હજીરા વિસ્તારમાં રહતા શ્રમજીવી પરિવાર ની માત્ર પાંચ વર્ષની બાળકી ને બદકામના ઈરાદે લલચાવી ફોસલાવી ને અવવારુ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરી હત્યા કરનાર મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી યુવાન સુજીત મુન્ની લાલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ તમામ ગુનામાં દોષી ઠેરવી સજાનો મુલત્વી રાખેલો ચૂકાદો આજે 29 ડીસેમ્બર જાહેર કરી આજીવન કેદ તથા દંડની સજા ફટકારી છે.કોર્ટે ભોગબનનાર ના પરિવારને વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ. 15 લાખ વળતર ચૂકવવા નિર્દેશ આપ્યો છે.

હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરીવારની પાંચ વર્ષની બાળકીને ગઈ એપ્રિલ ,2021ના રોજ મૂળ મધ્યપ્રદેશ ના રીવા જીલ્લાના વતની 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામના ઈરાદે લલચાવી ને વાલીપણાના કબજામાં થી અપહરણ કરી અવાવરું જગ્યાએ લ ઈ ગયો હતો.આરોપીએ ભોગબનનાર બાળકી સગીર હોવાનું જાણવા છતાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરી ને હત્યા કરી નાસી છૂટ્યો હતો.

બીજી તરફ માસુમ બાળકી ગુમ થઈ જતા શોધવા છતાં ન મળતાં ભોગ બનનાર માતા પિતાએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી હજીરા પોલીસે ભોગ બનનાર બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા કરેલી લાશ અવાવરું જગ્યાએ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન આરોપી સુજીત સાકેતની તા.1-5-21ના રોજ અપહરણ,દૂષ્કર્મ,હત્યા તથા પોક્સો એકટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો્ હજીરા પોલીસે નિયત કરતાં વહેલું ચાર્જશીટ રજૂ કરતા સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નતન સુખડવાલાએ આરોપી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી દસ્તાવેજી પુરાવાનુ લીસ્ટ રજુ કર્યું હતું. સરકાર પક્ષે આરોપી સામેની સ્પીડી ટ્રાયલ ચલાવી માત્ર પાંચ જ કેસ કાર્યવાહી ની મુદતમાં કુલ 43 પૈકી મહત્વ ના 29 સાક્ષી ની જુબાની લઈ ને કેસ કાર્યવાહી પૂરી કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ કોર્ટે આરોપી વિરુદ્ધ બે તબક્કામાં મુલત્વી રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો.કોર્ટે બપોર ના કોર્ટ રીશેસ બાદ સરકાર પક્ષે આરોપી સામેનો કેસ નિ:શકપણે સાબિત કરતાં આરોપીને તમામ આક્ષેપિત ગુનામાં દોષી ઠેરવ્યો હતો.ત્યારબાદ બાદ સરકાર પક્ષે આરોપી વિરૂધ્ધ નો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ આરોપીને આજીવન કેદની સજા ઓછી ગણાય તેમ હોય સમાજમાં દાખલો બેસાડવા આરોપીને મહત્તમ ફાસીની સજાની માંગ કરી હતી. જ્યારે આરોપીના બચાવ પક્ષે આરોપીની નાની વય તથા વૃદ્ધ માતાપિતાની જવાબદારીને ધ્યાનમાં લઈને સજામાં રહેમની ભીખ માંગી ખોટી સંડોવણી કરી હોવાનું જણાવ્યું હતું.

કોર્ટે ત્રણ તબક્કામાં મુલત્વી રાખેલો ઉપરોક્ત કેદ તથા દંડની સજાનો.ચૂકાદો આજે બપોરે જાહેર કર્યો છે.