Get The App

સુઇગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતાં ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
સુઇગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતાં ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી 1 - image

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યભરમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા, પાટણ, અને કચ્છ સહિતના જિલ્લા પાણીમાં ગરકાવ થયા હતા. એવામાં બનાસકાંઠામાં 17 ઇંચથી વધુ વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. જોકે, હવામાનની આગાહી મુજબ, હવે મેઘરાજા વિરામ લઈ શકે છે. 

આ પણ વાંચોઃ અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી

બનાસકાંઠામાં ભારે વરસાદ

બનાસકાંઠાના સુઇગામમ તાલુકામાં 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય કચ્છમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પાણી ઓસર્યા બાદ જે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા તે ભયાનક હતા. બંને જિલ્લામાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.

મોરબીનો મચ્છુ ડેમ 100 ટકા ભરાયો

મોરબીના મચ્છુ ડેમમાં પણ 100 ટકા પાણીની આવક નોંધાઈ છે. મોરબીના મચ્છુ- 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી આજે મોરબી મહાપાલિકાના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર સંજય સોની ડેમ ખાતે પહોંચ્યા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ સિવાય પાટણના સાંતલપુર ગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જતાં 6 જેટલા લોકો ફસાઈ ગયા હતા. જોકે, આ વિશે માહિતી મળતાંની સાથે જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ તમામ લોકો સુરક્ષિત છે. 

આ પણ વાંચોઃ ઉ. ગુજરાત યુનિ. નર્સિંગ પ્રવેશ કાંડમાં મોટા ખુલાસાઃ નિયમ વિરૂદ્ધ અનેક પ્રવેશ કરાયા અને માન્ય પણ થઈ ગયા

વરસાદ લેશે વિરામ?

નોંધનીય છે કે, આ વર્ષે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં 105 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, આ આગાહી તો સાચી પડી પરંતુ, હજુ ભાદરવાનો બાકીનો વરસાદ બાકી છે, જે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, હવામાનની આગાહી મુજબ હવેના 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં વરસાદનો જોર ઘટી શકે છે.