આર્થિક ભીંસથી ઉધનામાં કારખાનેદાર અને વરાછામાં રત્નકલાકરનો આપઘાત
કારખાનેદારને કારના હપ્તા ભરવામાં તકલીફ પડતી હતી જ્યારે રત્નકલાકારનું કામ બંધ થઇ જતા આર્થિક રીતે ટેન્શનમાં હતો
.સુરત તા.28.જુલાઉ.2020.મંગળવાર
ઉધનામાં સોમવારે સવારે ફેબ્રીકેશનના કારખાનામાં યુવાન કારખાનેદારને આત્મહત્યા કરી હતી. જયારે બીજા બનાવમાં વરાછામાં રત્નકલાકારે બંને હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધનામાં હરીનગર પાસે ઉમિયાભવન ખાતે રહેતા ૨૮ વર્ષીય ભરતકુમાર નાથુરામ લુહાર ઘરમા ગ્રાઉન્ડ ફલોર પર ફેબ્રીકેશનનું યુનિટ ચલાવતા હતા. સોમવારે સવારે યુનિટમાં લોખંડના હુક સાથે પાઇપ બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે ભરતકુમાર મુળ રાજસ્થાનનો વતની હતા.પરિવાના સભ્યો ભેગા મળીને ફેબ્રીકેશનનું યુનિટ ચલાવતા હતા. તેમણે એક વર્ષ પહેલા ફોર વ્હિલર કાર હપ્તેથી લીધી હતી.જેના હપ્તા સમયસર ભરી શકતા ન હતા.સાથે તેમને નાંણાકીય તકલીફ હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હતા.જેથી તેણે આ પગલુ ભર્યુ હતુ.આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ઘરી છે.
બીજા બનાવમાં વરાછા રોડ પર છીતુનગરમાં રહેતા ૪૨ વર્ષીય હરેશભાઇ કેશવજીભાઇ માકડીયાએ સોમવારે સવારે ઘરમાં બેડરૃમમાં બંને હાથની નસ કાપી હતી.બાદમાં તેણે છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.તેના પરિચિતે કહ્યુ કે હરેશભાઇ મુળ રાજકોટના ઉપલેટાના જામટીમ્બલીના વતની હતા.તેમને એક સંતાન છે. તે હીરામાં કામ કરતા હતા.પણ કામ બંધ હોવાથી આર્થિક તકલીફ અનુભતા હોવાથી ટેન્શનમાં રહેતા હતા.તેથી તેમણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ઘરી છે.
.
..