મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ, બજારમાં વેચાય છે 400 રૂપિયે કિલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક આવેલ કરજણ તાલુકાના વેમાર ગામના પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતીક બની રહ્યા છે. હાલમાં તેમની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને સૌની નજર ખેંચી લેનાર ખેતી છે. "સફેદ જાંબુની". રાકેશભાઈએ લાલ કેળાની પણ ગતવર્ષે સફળ ખેતી કરી હતી. જે દક્ષિણ ભારતની ખાસ જાત છે.

રાકેશભાઈ પટેલ પોતાના 45 એકર વિસ્તારના ખેતરમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે – કેરી, પપૈયા, લાલ કેળા, ચીકુ, તરબૂચ, સરગવો, મોસંબી, જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા ફળો (મલ્ટીક્રોપ). ચાર વર્ષ અગાઉ મલેશિયા પ્રવાસ દરમિયાન રાકેશભાઈએ ત્યાંના એક અનોખા પ્રકારના સફેદ જાંબુ જોઈ અને તરત જ વિચારી લીધું “આ તો મારી ધરતી પર પણ ઉગાડી શકાય!” તેઓ 16 રોપા લાવ્યા અને કુદરતી પદ્ધતિથી પોતાના ખેતરમાં તેની શરૂઆત કરી. આજે સળંગ બીજા વર્ષે તેઓએ 12 વૃક્ષોમાંથી ઊપજ મેળવી રહ્યા છે .જે દુબઈ, મુંબઈ અને સુરતના માર્કેટ સુધી પહોંચી છે. આજની તારીખે તેનું વેચાણ દર કિલોગ્રામે રૂ.400 ના ભાવે થાય છે, જે ખેડૂત માટે નફાકારક સાબિત થયું છે. રાકેશભાઈનું કહેવું છે કે, ગયા વર્ષે 75 કિલો ઉપજ મળી હતી અને આ વર્ષે આશા છે કે દરેક ઝાડ પરથી લગભગ 20 કિલો મળશે.આ ફળ માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત નહીં રહી, વિદેશી નિકાસમાં પણ તેનું સ્થાન મળવું એ પોતાનામાં એક મોટી સિદ્ધિ ગણાય.









