Gujarat

નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત

By GS TEAM
26 Sep 20251 min read
નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત



વડોદરા કોંગ્રેસના મહામંત્રી દ્વારા વડોદરા ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી કે, વડોદરા રેલ્વેની હદમાં આવેલ નવાયાર્ડ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ તથા પાણીની ટાંકી સાથેનો બગીચો છે. આ વિસ્તારમાં રાત્રે લોકોની અવરજવર ઓછી હોવાથી કેટલાક અસામાજિક તત્વો નશીલા પદાર્થોનું સેવન કરતાં નજરે ચડે છે. તાજેતરમાં રેલવે યાર્ડમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ અંગેની ગંભીરતા ધ્યાને લઈ વહેલી તકે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવે. આ અંગે અગાઉ અનેક વખત જીઆરપીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.