હું મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ..બાળકો પ્રતિજ્ઞા લેશે
વડોદરાઃ શાળાના વિદ્યાર્થીઓમાં પણ હવે મોબાઈલનું ચલણ વધી ગયું છે.જેને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પહેલી વખત વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશ્યલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ સહિતના ૧૦ મુદ્દાઓનું પાલન કરવા માટે પ્રતિજ્ઞાા લેવડાવવામાં આવશે.
હાલમાં શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પ્રવેશોત્સવ પણ ચાલી રહ્યો છે ત્યારે સમિતિના સત્તાધીશો વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે.વિદ્યાર્થીઓને સ્કૂલોમાં સ્વચ્છતા જાળવવાની, કચરાનો નિકાલ કરવા ડસ્ટબિનનો ઉપયોગ કરાવની, સ્વચ્છ કપડા પહેરવાની, અન્નનો આદર કરવાની, વીજળીની બચત કરવાની, પાણીનો વેડફાટ નહીં કરવાની, માતા-પિતા શિક્ષકોનો આદર કરવાની, જાહેર સંપત્તિની જાળવણી કરવાની, જમતી વખતે ટીવી અને મોબાઈલનો ઉપયોગ નહીં કરવાની તથા મોબાઈલ પર ગેમ નહીં રમવાની, જન્મ દિવસે વૃક્ષારોપણ કરવાના મુદ્દા પર સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષકો પ્રતિજ્ઞાા લેવડાવશે.
સાથે સાથે બાળકો આ પ્રતિજ્ઞાાનું રોજ બરોજના જીવનમાં પાલન કરે છે કે નહીંં તે અંગે વાલીઓનો અભિપ્રાય લઈને તેનું મુલ્યાંકન કરવામાં આવશે.જેથી બાળકોના જીવનમાં તેનાથી શું બદલાવ આવ્યો તેની જાણકારી મળી શકે.
.