દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી

પાટડીની
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની
વિધાલયની
બાલિકાની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક દિવાલનું રિપેરિંગ કરવા માંગ
પાટડી -
પાટડીમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને છાત્રાલયનું
બિલ્ડીંગનુ બાંધકામ પણ ચાલી રહ્યું છે. જે દરમિયાન તંત્રની બેદરકારીને કારણે
દિવાલનો એક ભાગ ધરાશાયી થઈ હતી. જો કે કોઈ અનિરછનીય બનાવ ન બનતા દુર્ધટના ટળી હતી.
પાટડીના
વિરમગામ રોડ પર આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય અને છાત્રાલયમાં અંદાજે ૧૦૦ થી
બાલિકાઓ અભ્યાસ કરે છે અને છાત્રાલયમાં રહે પણ છે. ત્યારે કેજીબીવી વિધાલયની
દિવાલનો એક ભાગ અચાનક ધરાશયી થતા હલકી ગુણવતાની કામગીરી બહાર આવી હતી. તેમજ દીવાલ
ધરાશાયી થતા વચ્ચે જગ્યા પડતા કોઈપણ વ્યક્તિ સરળતાથી અવરજવર કરી શકે તેવી પણ ભીતિ
સેવાઈ રહી છે. દિવાલ ધરાશયી થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતા જવાબદાર તંત્ર
દ્વારા હજુ સુધી દિવાલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી જેના કારણે
કેજીબીવીમાં રહેતી બાલિકાઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આથી તંત્ર
દ્વારા તાત્કાલિક દીવાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

