Gujarat

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એમકોમના 10 સ્ટુડન્ટસને 10-10 લાખનું પગાર પેકેજ

By GS TEAM
1 May 20261 min read
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એમકોમના 10 સ્ટુડન્ટસને 10-10 લાખનું પગાર પેકેજ

વડોદરાઃ કેમ્પસ ઈન્ટરવ્યૂમાં સામાન્ય રીતે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી, સોશ્યલ વર્ક, મેનેજમેન્ટ ફેકલ્ટી કે પોલિટેકનિક કોલેજની બોલબાલા રહેતી હોય છે.કોમર્સ ફેકલ્ટીના કેમ્પસ ઈન્ટરવ્યૂ ઓછી ચર્ચામાં રહેતા હોય છે પણ  આ વખતે કોમર્સ ફેકલ્ટીના એમકોમના વિદ્યાર્થીઓએ નવો ઈતિહાસ રચ્યો છે.

મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીના એમકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ વિભાગના ૧૦ સ્ટુડન્ટસને એક કોર્પોરેટ કંપનીએ ૧૦-૧૦ લાખ રુપિયાનું વાર્ષિક પગાર પેકેજ ઓફર કર્યું છે.સામાન્ય રીતે  ટેકનોલોજી ફેકલ્ટીના ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સરેરાશ ૬ થી ૭ લાખ રુપિયાનું પગાર પેકેજ મળતું હોય છે ત્યારે એમકોમના ઉપરોક્ટ સ્ટુડન્ટસે તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પાછળ મૂકી દીધા છે.આ પેકેજ મેળનારાઓમાં ૭  છોકરીઓ અને ૩ છોકરાઓનો સમાવેશ થાય છે.

આ ઈન્ટરવ્યૂ માટે ૯૦  વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા આપી હતી.જેમાંથી ૪૭ વિદ્યાર્થીઓને ગુ્રપ ડિસ્ક્શન રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.એ પછી ૧૭ ઉમેદવારોનો પર્સનલ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.ટેકનિકલ જાણકારી, કોમ્યુનિકેશન સ્કિલ, વ્યવસાયિક યોગ્યતાના આધારે ૧૦ સ્ટુડન્ટસ નોકરી માટે પસંદ થયા હતા.તેમને ગુજરાત અને ગુજરાત બહાર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.તેઓ ફાઈનાન્સ વિભાગમાં ફરજ બજાવશે.