કાલાવડ માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમી રહેલા એક વિદ્યાર્થીનો મોબાઇલ ફોન ચોરાયો
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતો અને અભ્યાસ કરતો નયન ગિરધરભાઈ આઠુ નામનો વિદ્યાર્થી યુવાન કે જે ગત 24મી તારીખે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં કાલાવડમાં નવા માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા ક્રિકેટના મેદાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો, અને પોતાની ક્રિકેટની ફિલ્ડીંગ સમય દરમિયાન પોતાનો મોબાઈલ ફોન ગ્રાઉન્ડમાં એક સ્થળે અન્ય ખેલાડીઓના મોબાઇલ ફોનની સાથે મૂકી રાખ્યો હતો. જે દરમિયાન કોઇ તસ્કરોએ તેના મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી.
આ બનાવ અંગે વિદ્યાર્થી યુવાન નયન ગીરીધર ભાઈએ કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઈ વી.ડી. ઝાપડિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ચોરીના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.