Gujarat

ધો.૧૨ ના વિદ્યાર્થીએ સાથે ભણતી કિશોરી સાથે દુષ્કર્મ કર્યુ

By GS TEAM
1 Aug 20251 min read
ધો.૧૨ ના વિદ્યાર્થીએ સાથે ભણતી કિશોરી  સાથે દુષ્કર્મ કર્યુ

વડોદરા,ધો.૧૨ માં અભ્યાસ કરતા સગીર વયના કિશોરે તેની સાથે અભ્યાસ કરતી સગીરાને મિત્રના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, માંજલપુર વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષના કિશોરને તેની સાથે ભણતી કિશોરી સાથે સંબંધ બંધાયો હતો. મિત્રના ઘરે કિશોરીને લઇ જઇ તેણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગે કિશોરીની માતાને જાણ થતા તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દુષ્કર્મના કેસમાં સામેલ સગીરને પોલીસે ઝડપી પાડયો છે. તેને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.