Get The App

યુવરાજ સિંહ જાડેજાએ નામ પરત ખેંચ્યુ, દહેગામથી સુહાગ પંચાલ સહિત AAPના વધુ 7 ઉમેદવારો જાહેર

Updated: Nov 8th, 2022

GS TEAM


Google News
Google News
યુવરાજ સિંહ જાડેજાએ નામ પરત ખેંચ્યુ, દહેગામથી સુહાગ પંચાલ સહિત AAPના વધુ 7 ઉમેદવારો જાહેર 1 - image


અમદાવાદ,તા. 8 નવેમ્બર 2022, મંગળવાર 

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પટેલ આમ આદમી જોડાયા તેમની વિધાનસભાની ટિકિટ નક્કી જ જોવા મળી રહી હતી. આમ આદમી પાર્ટીએ યુવરાજ સિંહ જાડેજાને દહેગામ વિધાનસભા સીટ પરથી ટિકિટ આપી હતી પરંતુ આ જાહેરાત સાથે સ્થાનિક સ્તરે વિરોધ અને અન્ય કારણોસર અંતે યુવરાજ સિંહે પોતે જ આ બેઠક પોતાના મિત્ર અને આમ આદમીના સક્રિય કાર્યકર સુહાગ પંચાલને ખાલી કરી આપી છે.

આજે જાહેર થયેલ વિધાનસભા ચૂંટણી માટેની AAP ગુજરાતની 12મી યાદીમાં દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલનું નામ જાહેર થતા ચોતરફ કુતુહલ સર્જાયું હતુ પરંતુ આ નામોની જાહેરાત કરવાની સાથે જ યુવરાજ સિંહે જ ફોડ પાડ્યો કે પાયાના કાર્યકરને જ ચૂંટણીની કમાન આપવી જોઈએ તેથી હું સત્તાની લાલસાએ નહિ પરંતુ એક સેવકની ફરજ અદા કરીશ.

પ્રેસ વાર્તામાં જાડેજાએ કહ્યું અમે રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છીએ. આગામી વિધાનસભા ચૂંટણીમાં હું AAPના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી સમગ્ર રાજ્યના યુવાઓને જાગૃત કરી એમના અધિકારો માટે લડત લડીશ. ગુજરાતની 7 બેઠકોની જવાબદારી અને સ્ટાર પ્રચારક તરીકે સમગ્ર ગુજરાતની જવાબદારી આમ આદમી પક્ષ દ્વારા તેમને આપવામાં આવી છે. 

આક્ષેપો લાગતા હતા કે યુવરાજસિંહ દહેગામની ટિકિટ મળ્યા બાદ સંતુલનથી પ્રચાર નહોતા થતો.

AAPનો ઝંઝાવાતી ચૂંટણી સંગ્રામ :

દહેગામ વિધાનસભા બેઠક પર રિપ્લેસમેન્ટ સાથે આજે આમ આદમી પાર્ટી સાત ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે.

આજે જાહેર થયેલ નામો નીચે મુજબ છે....

અંજાર થી અર્જન રબારી

ચાણસ્મા થી વિષ્ણુભાઈ પટેલ

દહેગામ થી સુહાગ પંચાલ

લીમડીથી મયુર સાકરીયા

ફતેપુરા થી ગોવિંદ પરમાર

સયાજીગંજ થી સ્વેજળ વ્યાસ

ઝઘડિયા થી ઊર્મિલા ભગત

Tags :