Gujarat

સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
સુરતના કડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ ડિપ્રેશનના કારણે મોતને વ્હાલુ કર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે. આપઘાત મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Surat News : સુરતના કડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ ડિપ્રેશનના કારણે મોતને વ્હાલુ કર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે. આપઘાત મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતના કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત

મળતી માહિતી મુજબ, સુરતના કડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં જિગીષા પ્રકાશભાઈ ગાયકવાડ નામની વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે. વિદ્યાર્થિની મૂળ નવસારીના વાંસદા ગામની રહેવાસી છે અને સંકુલમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 

આ પણ વાંચો: ભાવનગર ત્રિપલ મર્ડર કેસ: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટની ના પાડી કોર્ટમાં રડી પડ્યો, પોલીસ એન્કાઉન્ટરનો ડર વ્યક્ત કર્યો

આપઘાતના બનાવને પગલે કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થિનીએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.