Gujarat

મારી સામે શું જુએ છે ? એમ કહીં એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થીને પટ્ટા વડે ફટકાર્યો

By GS TEAM
13 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થી ઉપર ત્રણ જણાએ હુમલો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારી સામે શું જુએ છે ? એમ કહીં એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થીને પટ્ટા વડે ફટકાર્યો

Vadodara M S University : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના કેમ્પસમાં પરીક્ષાર્થી ઉપર ત્રણ જણાએ હુમલો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

બોયઝ હોસ્ટેલમાં રહેતા મહિપાલ ગઢવીએ પોલીસને કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આર્ટસ ફેકલ્ટીમાં ઈંગ્લીશનું પેપર આપી હું હંસા મહેતા લાઇબ્રેરી પાસે જમવા માટે નેસકેફેની બહાર ઊભો હતો તે દરમિયાન વાસુ અને તેના બે મિત્રો પણ ત્યાં હતા. 

વાસુએ મારી સામે શું જુએ છે એમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. તેના બે મિત્રોમાંથી એક જણાએ મને પકડી રાખ્યો હતો ત્યારે વાસુએ પટ્ટો કાઢીને મને ફટકારતા માથામાંથી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ તે હવે પછી કોલેજમાં દેખાઈશ તો ઠાર મારી નાખીશ એવી ધમકી હતી અને ત્રણેય જણા ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે ગુનો દાખલ કર્યો છે.