Get The App

અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ 1 - image


Aravalli News: અરવલ્લીના ભિલોડાની આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપના યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે શુક્રવારે (16મી જાન્યુઆરી) શામળાજી અને ભિલોડાના બજારે સજ્જડ બંધ રહ્યાં હતા.જેના પગલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા ભિલોડાની આર.જી. બારોટ વિદ્યાર્થીને નવમી જાન્યુઆરીના રોજ કોલેજ બસના ડ્રાઇવર સાથે થયેલી બોલાચાલી બાદ ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ તાલુકા યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે વિદ્યાર્થીને લાકડી વડે ઢોર મારમારી ગાલ પર લાફા મારી જાતિ પત્યે અપમાનિત શબ્દો કહ્યાં હતા. ટ્રસ્ટીના મારથી ઘવાયેલા વિદ્યાર્થીને માથામાં દુ:ખાવો ઉપડતા હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી

બાદમાં વિદ્યાર્થીના માતાએ ટ્રસ્ટી દેવાંગ બારોટ સામે 10મી જાન્યુઆરીએ ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ટ્રસ્ટી ફરાર થઈ ગયો હતો. આ મામલે દેવાંગ બારોટને પોલીસે પકડી પાડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવા સબજેલમાં મોકલી દેવા આદેશ કરાયો છે. આ ઘટનાને પગલે આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ અને સમસ્ત સમાજ દ્વારા આવેદનપત્ર આપીને કાર્યવાહીની માગ કરી હતી.