kutch Earthquack News : છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂકંપ આવતા રહે છે. ત્યારે રાપરમાં તો જાણે ભૂકંપના આંચકા સામાન્ય બાબત જ બની ગયા છે જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. આજે શુક્રવારે વહેલી સવારે 5:47 વાગ્યે ફરી એકવાર 2.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો અને લોકોએ ઘરની બહાર દોટ મૂકી હતી. ભૂકંપનું કેન્દ્ર રાપરથી 19 કિ.મી. દૂર હતું.
અગાઉ 26-27 ડિસેમ્બરે 4 વખત ભૂકંપના આંચકા આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કચ્છના રાપરમાં 26 ડિસેમ્બરે બે અને 27 ડિસેમ્બરે બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. ત્યારે 26 ડિસેમ્બરે સૈથી વધુ 4.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે લોકોની વર્ષો પહેલા આવેલા સૌથી ભયાનક ભૂકંપની યાદો તાજા થઇ ગઇ હતી. જ્યારે કચ્છમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને નુકસાન થયું હતું.


