Get The App

વડોદરાના વિવિધ વિસ્તારમાં આજથી આરોગ્ય વિભાગની ફૂડ શાખાનું કડક ચેકિંગ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના વિવિધ વિસ્તારમાં આજથી આરોગ્ય વિભાગની ફૂડ શાખાનું કડક ચેકિંગ 1 - image

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ હેઠળ આવતી ખોરાક શાખાની ફૂડ ઇન્સ્પેક્ટરોની બે અલગ અલગ ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં આજથી સઘન ચેકિંગ શરૂ કરશે. બંને ટીમના ચાર ચાર મળીને કુલ આઠ ફૂડ ઇન્સ્પેક્ટરો ખાદ્ય ઇજોના નમુના લેશે. 

આ અંગેની વિગત એવી છે કે, શહેરીજનોના આરોગ્યની સુપેરે કાળજી લેવા અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હેઠળ આવતી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર ની બે અલગ અલગ ટીમ શહેરના કેટલાક જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરશે. આ અંગે બનાવાયેલી બે ટીમના ચાર-ચાર ફૂડ ઇન્સ્પેક્ટરો વિવિધ ખાદ્ય ચીજોના નમુના લેશે. જેમાં એક ટીમ સાથે ફૂડ ટેસ્ટિંગ વાન પણ સાથે રહેશે. ચેકિંગ દરમિયાન જો કોઈ અખાદ્ય પદાર્થ જણાશે તો અને લાઇસન્સ નહીં હોય તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને લારી તુરત જ કરાવાશે. જ્યારે દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરાશે આવી જ રીતે વિવિધ ફરસાણ ની દુકાનો ખાતે તળવામાં વપરાતી વિવિધ ચીજ વસ્તુઓની પણ ચકાસણી કરવામાં આવશે. અને જે તે તળવાની વસ્તુના તેલની ટીપીસી વેલ્યુ ચકાસવામાં આવશે. આ ચકાસણી દરમિયાન 25 થી વધુ પીપીસી વેલ્યુ હશે તો ફરસાણની લારી દુકાન ને તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારવામાં આવશે અને લારી હોય તો તેવા કિસ્સામાં તેને તત્કાળ બંધ કરાશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.