Gujarat

વડોદરામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત

By GS TEAM
10 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા મંડળના વાણિજ્ય વિભાગે રેલવે પ્રોટેક્શન ફોર્સના સહાયતાથી વડોદરા સ્ટેશન પર અનઅધિકૃત વેન્ડરો સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત

Vadodara : વડોદરા મંડળના વાણિજ્ય વિભાગે રેલવે પ્રોટેક્શન ફોર્સના સહાયતાથી વડોદરા સ્ટેશન પર અનઅધિકૃત વેન્ડરો સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મુસાફરોને સલામત, અનુકૂળ અને શિસ્તબદ્ધ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો હતો.

આ ઝુંબેશ દરમિયાન સ્ટેશન પરિસરમાં અનાધિકૃત રૂપથી ખાદ્ય પદાર્થો અને અન્ય સામાનનું વેચાણ કરનારા વેન્ડરો સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત કરાઇ હતી. આ પ્રકારની કાર્યવાહીથી મુસાફરોને સકારાત્મક સંદેશ મળ્યો અને તેઓએ રેલવે પ્રશાસનના આ પ્રયાસની ખુલ્લારૂપથી પ્રશંસા કરી હતી.

 મુસાફરોએ આ પહેલને મુસાફરી દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને અનુશાસન  સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ અને સ્વાગતપાત્ર પગલું ગણાવ્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને પુન: અપીલ કરવામાં આવેછે કે તેઓ સ્ટેશન પરિસરમાં ફક્ત અધિકૃત વેન્ડરો પાસેથી જ ખાદ્ય પદાર્થો અને અન્ય સામાન ખરીદે, જેથી તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થઈ શકે.