Get The App

વડોદરામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત 1 - image


Vadodara : વડોદરા મંડળના વાણિજ્ય વિભાગે રેલવે પ્રોટેક્શન ફોર્સના સહાયતાથી વડોદરા સ્ટેશન પર અનઅધિકૃત વેન્ડરો સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મુસાફરોને સલામત, અનુકૂળ અને શિસ્તબદ્ધ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો હતો.

આ ઝુંબેશ દરમિયાન સ્ટેશન પરિસરમાં અનાધિકૃત રૂપથી ખાદ્ય પદાર્થો અને અન્ય સામાનનું વેચાણ કરનારા વેન્ડરો સામે કડક કાર્યવાહી કરી દંડની વસુલાત કરાઇ હતી. આ પ્રકારની કાર્યવાહીથી મુસાફરોને સકારાત્મક સંદેશ મળ્યો અને તેઓએ રેલવે પ્રશાસનના આ પ્રયાસની ખુલ્લારૂપથી પ્રશંસા કરી હતી.

 મુસાફરોએ આ પહેલને મુસાફરી દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને અનુશાસન  સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ અને સ્વાગતપાત્ર પગલું ગણાવ્યું હતું. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને પુન: અપીલ કરવામાં આવેછે કે તેઓ સ્ટેશન પરિસરમાં ફક્ત અધિકૃત વેન્ડરો પાસેથી જ ખાદ્ય પદાર્થો અને અન્ય સામાન ખરીદે, જેથી તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થઈ શકે.

Tags :