Get The App

વડોદરામાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાશે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે બેઠક રાખવામાં આવી હતી. જેમાં આ પોલિસીના અમલ માટે અને તેમાં જે કંઈ સુધારા વધારા કરવા હોય તે સંદર્ભે વોર્ડ ઓફિસરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા આ માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવશે, અને આ દરખાસ્ત મંજૂર થયા બાદ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવશે.

ખાસ કરીને જ્યાં ટ્રાફિકજામ થતો હોય અને આડેધડ પાર્કિંગ થતું હોય ત્યાં લોકોને પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરમાં ધંધો રોજગાર કરતા લારી ગલ્લાવાળા અને પથારાવાળાઓને ટ્રાફિકને નડતરરૂપ ન હોય તે રીતે હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોનની જગ્યા મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવશે. જ્યાં જગ્યા ન હોય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી તે કોર્પોરેશન માટે પડકારરૂપ છે, આમ છતાં ધંધો રોજગાર કરતા ધંધાર્થીઓને નજીકમાં જગ્યા માટે વિકલ્પ શોધવા પણ કોર્પોરેશન પ્રયાસ કરી રહી છે. હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન બનાવવાની સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા અને સ્વચ્છતાનું ધોરણ પણ જળવાઈ રહે તે માટે કોર્પોરેશન વિશેષ તકેદારી રાખશે. શહેરના તમામ વોર્ડમાં પાર્કિંગની વ્યવસ્થા વાહન ચાલકોને મળી રહે તે માટે તબક્કાવાર પોલિસીનો અમલ કરવા કરાશે. પોલિસી બન્યા બાદ તેનો અમલ કરવા માટે વોર્ડ ઓફિસરો અને આસિ. મ્યુનિસિપલ કમિશનરો પર જ જવાબદારી હોવાથી હજી વધુ તેમાં શું થઈ શકે તેમ છે તે સંદર્ભે તેઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા, જેથી કરીને આ પોલિસી આદર્શ બની શકે તેમ કોર્પોરેશનના અધિકારીનું કહેવું હતું.

Tags :